તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જંબુસર હાજી કન્યા શાળાનાં વાર્ષિકોત્સવની ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જંબુસર ખાતે આવેલી 150 વર્ષ ઉપરાંતની હાજી કન્યા શાળામાં ધોરણ 1થી 8ની 300 જેટલી બાળાઓ અભ્યાસ કરે છે.બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય અને તેમનામાં રહેલી આંતરિક કળા ખીલે હેતુસર વર્ષ દરમિયાન અભ્યાસિક સહઅભ્યાસિક વિવિધ પ્રવૃત્તિઓ મહેંદી હરીફાઈ તહેવારોની ઉજવણી દેશભક્તિ ગીત વાંચન વિવિધ ડેની હરીફાઇઓમાં ભાગ લઇ પ્રથમ દ્વિતીય તૃતીય નંબર
મેળવનાર નાની બાળાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ શાળાના એકસો ચોપનમાં વાર્ષિકોત્સવ પ્રસંગે યોજાયો હતો. જેમાં ઔષધીય બાગ અને પ્રયોગ શાળાનું ઉદઘાટન નગરપાલિકા કારોબારી ચેરમેન હરદીપ સિંહ યાદવ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી આશાબેન પટેલ દ્વારા કરાયું હતું કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓએ યોગ દ્વારા કરી દીપપ્રાગટ્ય ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું અને સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય રાહુલભાઇ મોરી દ્વારા કરાયું હતું. નાની બાળાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીત નાટક અભિનય ગીત જેમાં સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત પર આધારિત નાટક દ્વારા કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો. ઉપસ્થિત મહેમાનોના હસ્તે બાળાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો