તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય યુવા દિનની દબદબાભેર ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી. વિવિધ સંસ્થાના સહયોગથી કરવામાં આવેલા આયોજનમાં ગટ્ટુ ચોકડી ખાતે સ્વામી વિવેકાનંદજી પ્રતિમાને ફુલહાર વિધિ કરી પદયાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા લોકો ભાગ લીધો હતો.

રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ, સ્વામી વિવેકાનંદ યુથ ક્લબ અને એ.આઈ.એ તેમજ નોટીફાઈડ વિભાગ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, મહેસાણા જિલ્લા યુવા મિત્ર મંડળ, બાઈસીકલ ક્લબ, સનરાઈઝ હેલ્થ એન્ડ ગ્રુપ, જે.સી.આઈ અંકલેશ્વર જનની અંકલેશ્વર, તેમજ ખોડલધામ સમિતિના સંયુક્ત ઉપરકેમ રાટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યુગપુરુષ સ્વામી વિવેકાનંદનની જન્મ જયંતીને રાષ્ટ્રીય યુવા દિનમ કાર્યક્રમમાં એ.આઈ.એ મહેશ પટેલ, ડૉ, હરેશ મહેતા, અલ્પેશ પટેલ, કમલેશ દંડ, નોટીફાઈ ચેરમેન અશોક ચોવટીયા સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જીઆઈડીસીમાં સ્થિત સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. યોજવામાં આવેલ પદયાત્રામાં બેનરો સાથે તમામ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જીઆઇડીસી ખાતે યુવા દિવસ નિમત્તે બાળકો સ્વામી વિવેકાનંદના પ્લે કાર્ડ જોડે નજરે પડે છે. જયારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી હર્ષદ મિસ્ત્રી

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી
સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવામાં આવે છે. જેના ભાગ રૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સિનિયર સીટીઝન બાગ ખાતે આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે સ્વામી વિવેકાનંદ પ્રતિમાને પ્રથમ પુષ્પાંજલી અર્પવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકાના કારોબારી ચેરમેન ચૈતન્ય ગોળવાલા, ભાજપ મહામનત્રી ભાવેશ કાયસ્થ, હરીશ પુષ્કર્ણા, પાલિકા ઈજનેર હર્ષદ કાપડીયા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો