તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

15 હજાર લિટર દૂધની લૂંટની ઘટનામાં નજીકના CCTV ફૂટેજ ચેક કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી ધૂલિયા ચોકડી પરથી 20 હજાર લિટર દૂધ ભરેલ ટેન્કર સાથે ડ્રાઈવર ક્લીનરનું અપહરણ કરી કોસમાડી ગામેની સીમમાં 15 હજાર લિટર દૂધની લૂંટની ઘટનમાં બારડોલી પોલીસે જે સ્થળે દૂધ ખાલી થયું છ એ વિસ્તારમાં આવેલ દુકાનોના દુકાનદારો, અન્ય રોજિંદા અવર જવર કરનારાના નિવેદનો લેવામાં આવ્યા છે. લૂંટની ઘટનામાં આ વિસ્તારમાં કોઈની સંડોવણી હોવાનું પોલીસ માની તપાસ શરૂ કરી છે.

ઘટના અંગે પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મંગળવારના મળસકે બાજીપુરા સુમુલડેરીથી એક ટેન્કર નં (GJ-21V-8790)માં 20 હજાર લિટર દૂધ ભરીને સુરત જતી ટેન્કરના ચાલક અ્ને ક્લીનરને બારડોલી નગરની ધૂલિયા ચોકડી સાત્વીક બેકરી પાસેથી ચાર અજાણ્યા લૂંટારુઓ ચપ્પુની અણીએ દૂધ ભરેલી ટેન્કર સાથે બંનેનું અપહરણ કરી કામરેજ તાલુકાના કોસમાડી ગામની સીમમાં એકલવ્ય હોસ્ટેલની પાછળના ભાગે લઈ જઈ ટેન્કરમાંથી 15 હજાર લિટર દૂધની લૂંટ કરી હતી. બાદમાં બંને ટેન્કર સાથે વલથાણ કોસમાડી રસ્તા પર છોડી લૂંટારુ ભાગી ગયા હતાં. જે ઘટના અંગે બારડોલી પોલીસમાં બુધવારની રાત્રિએ 4.50 લાખની લૂંટનો ગુનો નોંધાયો હતો.

જેમાં બારડોલી પોલીસ ઈન્સ્પેક્ટર એન. એસ. ચૌહાણે ગુરુવારે તપાસમાં આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં. બારડોલી ચોકડી પર સાત્વીક બેકરીના સીસીટીવી ફૂીટેજમાં ચાર લૂંટારુઓ દેખાતા હોવાનું જાણવા મળેલ છે. શુક્રવારના રોજ પોલીસે જે સ્થળેતી ટેન્કરમાંથી દુધ ખાલી કરવામાં આવ્યું હતું એ વિસ્તારની દુકાનોના દુકાનદારો તેમજ આ સ્થળેથી રોજિંદા અવર જવર કરનાર લોકોની પૂછતાછ સાથે નિવેદનો નોંધાવનું શરૂ કર્યુ છે. આ વિસ્તારના જ દૂધની લૂંટની ઘટનામાં સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. બારડોલી પોલીસે આ લૂંટનો ગૂનો જલદી ઉકેલાય જવાની આશા છે.

અન્ય સમાચારો પણ છે...