તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવી-ખારેલ રોડ ઉપર ટાયર ફાટતા કાર રોડની સાઇડ પર પલટી મારી ગઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણદેવીથી ખારેલ જતા સ્ટેટ હાઇવે ઉપર ખાપરીયા વળાંક આગળ એક ઈનોવા પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.

અકસ્માતના બનાવની વિગત એવી છે કે પીપલધરા ખાતે સુરતના એક શખ્સનું ફાર્મહાઉસ આવેલું છે. જ્યાંથી રવિવારે વહેલી સવારે 4 કલાકે ઈનોવા કારમાં વઘઈ તરફ જવા 8 વ્યક્તિ નીકળ્યા હતા. એ દરમિયાન ખાપરીયા ગામ પાસેના વળાંક પાસે ઈનોવાની જમણી બાજુનું પાછળનું ટાયર ફાટી ગયુ હતુ. ટાયર ફાટતા ઈનોવા ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવી દેતા ઈનોવા પલટી મારી ગઈ હતી. જેમાં મુસાફરી કરી રહેલી 8 વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે આ ઈનોવાના ચાલકે અકસ્માત બાદ નંબર પ્લેટ કાઢી નાખતા નંબર જાણી શકાયો ન હતો. આથી કાર ક્યાંની અને કોની હતી તે જાણી શકાયુ નથી.

ખાપરીયાના વળાંક આગળ અકસ્માતગ્રસ્ત ઈનોવા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો