વીજ વાયર ઉંચકવા ઉભેલા ક્લિનરનું કારની ટક્કર મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેત્રંગ વાલિયા હાઈવે પર મીઠામોરા ગામના પાટીયા પાસે હાઈટેન્સન લાઈનના વાયર ઉચકવા વાસ ઊંચો કરીને લોબેડ ટ્રેલરના હેલ્પરને રાત્રે એક વાગ્યે વાલિયા તરફથી આવતા અજાણ્યા ફોરવ્હીલ ચાલકે ટક્કર મારી 30 ફૂટ ઢસડી જતાં ગંભીર ઇજાને કારણે પશ્ચિમ બંગાળના યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું. અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે મૃતકની લાશનું પીએમ વાલિયા સીએચસીમાં કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સંધુ રોડલાઈન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના લોબેડ ટ્રેલરમાં પૂનાથી લોખંડનું બોઈલર ભરી દહેજ ખાતેની ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝનીમાં જતું હતું. નેત્રંગથી આગળ વાલિયા રોડ પર ચંદેરીયા આરામ કરી રાત્રે એક વાગ્યે ટ્રેલર સાથે પાંચ માણસો નીકળ્યાં હતા. મીઠામોરા ગામના પાટિયા નજીક પહોંચતા હાઈટેન્શન લાઈનના તાર બોઈલરમાં અડી જતાં હતા. જેથી હેલ્પર પ્રદીપ સ્વદેશ રોય નીચે ઉતરી વાસ લઈ તાર ઊંચો કરતા ટ્રક નીકળી ગયો હતો. તે દરમિયાન એક ફોરવ્હીલ ચાલકે પ્રદીપને ટક્કર મારી ત્રીસ ફૂટ ઢસડી ગયો હતો. અન્ય બે હેલ્પર દલજીત જટ્ટ અને આકાશ વિશ્વાસએ ફોરવ્હીલ ચાલકને બૂમો પાડી પરંતુ એ અકસ્માત કરી નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં પ્રદીપ સ્વદેશ રોય ઉંવ.27 રહે ઐકઈપુર નોર્થ 24 પર્ગનાસ પશ્ચિમ બંગાળનાનું ઇજાને કારણે મોત થયું હતું.

મીઠામોર પાસે અકસ્માત : ક્લિનર 30 ફૂટ ઢસડાયો

અન્ય સમાચારો પણ છે...