તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળામાં માછી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જમ્મુ કાશ્મીરના પુલવામાં CRPFના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજપીપળા માછી સમાજ દ્વરા કેન્ડલ માર્ચનું આયોજન કરવામા આવ્યું હતું. માછીવાડ ગેટથી સ્ટેશન રોડ સુધી કેન્ડલ માર્ચ યોજી સફેદ ટાવર પાસે આવી લોકોએ બે મિનિટનું મૌન પાડી શહિદોને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતાં.

અંકલેશ્વરમાં ભાજપનો બુથ વિસ્તારક કાર્યક્રમ
અંકલેશ્વરમાં રવિવારના રોજ ભાજપનો બુથ વિસ્તારક કાર્યક્રમ યોજાયો. ચૂંટણી પહેલા ભાજપે બુથ મેનેજમેન્ટને સઘન બનાવવાની કવાયત આદરી છે જેના ભાગરૂપે આગેવાનો દરેક વોર્ડમાં ફર્યા હતાં. નગરપાલિકાના સભ્ય જનક શાહ, શિક્ષણ સમિતિના ચેરપર્સન કિંજલ ચૌહાણ, પાલિકાના પુર્વ પ્રમુખ પુષ્પા મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં.

ગોધરામાં છઠ્ઠો રત્નાકર સન્માન સમારોહ યોજાયો
શ્રી સવામીનારાય મહોત્સવ અંતર્ગત શ્રીમદ સંત્સગિજીવન કથા ગોધરાના જાફરાબાદ ખાતે ચાલી રહી છે. વક્તા સ્વામી નિત્યસ્વરૂપદાસજીના કંઠે કથા વચન સાંભળીને ગોધરા સહિત જિલ્લાના હરીભક્તોએ ધન્યતા અનુભવી હતી. શનિવારે ગુજરાતના રતનાકારોનું સન્માન સમારોહ યોજયો હતો. જેમાં લાલજી મહારાજ તથા સંત મહંતોની હાજરીમાં હરીભક્તોની હાજરીમાં યોજાયો હતો.

હાંસોટ તાલુકા શિક્ષક સંઘની કારોબારી બેઠક મળી
હાંસોટ તાલુકા શિક્ષક સંઘની કારોબારી બેઠક રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કારોબારી સભ્ય હર્ષદ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ભરૂચના શિક્ષક સંઘના મહામંત્રી પ્રદીપસિંહ રણાએ હાજર રહી શિક્ષકો કે હાલ જે તાલુકામાંથી વધ ના હિસાબે બીજા તાલુકામાં ગયેલ શિક્ષકોને વહેલી તકે મૂળ તાલુકામાં પરત આવે એવા પ્રયાસો સંઘ દ્વારા કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.ચૂંટણી સમિતિના અધ્યક્ષ ધર્મેન્દ્ર મહિડાએ હાંસોટ સંઘની નવી બોડીની જાહેરાત કરી હતી. જેમાં પ્રમુખ તરીકે દિપક પટેલ અને ભાવેશ પટેલને મહામંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં.

ઝાલોદમાં જૈન દેરાસરમાં ભગવવાની પ્રતિષ્ઠા કરાઇ
ઝાલોદ નગરમાં જૈન દેરાસર ખાતે પ્રતિષ્ઠા મહોત્સવની પાંચ દિવસ ઉજવણી ચાલી હતી. ત્યારે જૈન ધર્મગુરુઓના સાનિધ્યમાં દેરાસરમાં પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધામધૂમથી ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

મુનપુર આર્ટ્સ કોલેજમાં છાત્રોને ટેલબેટનું વિતરણ
કડાણા તાલુકાની મુનપૂર આટૅસ કોલેજ ખાતે પ્રથમ વષૅમાં પ્રવેશ મેળનાર 313 વિદ્યાર્થીઓ ને સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોરના હસ્તે નમો.ઈ ટેબલેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે ધારાસભ્ય એ વિદ્યાર્થીઓ ટેબલેટ નો શૈક્ષણિક કારકિર્દી બનાવવા મહત્તમ ઉપયોગ કરે તે બાબત પર ભાર મુકી સરકાર ની આ ટોકનદરે ટેબલેટ યોજનાની પ્રસંશા કરી હતી.

ભરૂચના દહેગામ ખાતે ફાઈનલ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાઈ
ભરૂચના દહેગામ ખાતે દહેગામ યંગ ક્રિકેટ ક્લબ (ડી.વાય.સી.સી) ક્રિકેટ રાઉન્ડનું આયોજન કરાયું હતું.જેમાં 70 જેટલી ટીમોએ ક્રિકેટ રાઉન્ડમાં ભાગ લીધો હતો.જેમાંથી ટીમોમાંથી રવિવારના રોજ દહેગામ અને પાતરાવાલાની ટીમ વચ્ચે ફાઈનલ મેચ દહેગામના ગ્રાઉન્ડ પર રમાઈ હતી.જેમાં પાતરાવાલા ટીમનો વિજય થયો હતો. ફાઈનલ મેચમાં રાજ્યસભાના સાંસદ એહમદ પટેલે વીશેષ હાજરી આપીને બંનેવ ટીમોને શુભેચ્છઓ પાઠવી હતી. મેચમાં વિજેતા ટીમ તથા રનર્સ અપ ટીમને ગામના સરપંચ ઇલ્યાસ પટેલ તથા ગામ પંચાયતના સભ્યો તથા મહેમાનોના હસ્તે વિજેતા ટ્રોફી એનાયત કરી હતી.

ગોધરામાં ઘુંટણ અને થાપાના રોગો માટે ફિ નિદાન કેમ્પનુ આયોજન
ગોધરામાં ઘુંટણ-થાપાના રોગોનો ફિ નિદાન કેમ્પ નુ઼ આયોજન લાયન્સ કલબ ગોધરા તથા પુનિવ સેલ કન્સ્ટન્સી દ્વારા કરાયું હતું.અમદાવાદના સ્પેશીયાલીસ્ટ ડો. જેનીલ પટેલ (જોઇન્ટ રીપ્લેશમેન્ટ સર્જન) તેમની સેવાઓ આપી હતી. આ કેમ્પમાં 40 જેટલા દર્દીઓએ લાભ લીઘો હતો. કેમ્પને ખલીલ શેખ, હેમત કુમારે તથા તેમની ટીમની જહેમત ઉઠાવીને સફળ બનાવવો હતો.

કાલોલ-વેજલપુર ગ્રા.પં.માં ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો
કાલોલ વેજલપુર ગ્રામપંચાયત ખાતે 24 ફેબ્રુઆરીના રોજ ચક્ષુ નિદાન કેમ્પમાં 300 લાભાર્થીએ લાભ લીધો તદુપરાંત જે લાભાર્થીને ચક્ષુ ચકાસણી કરી જે તે લાભાર્થીને આંખના નંબર હોય તે તમામને દસ દિવસમાં મફતમાં ચશ્મા વિતરણ કરવામાં આવશે સદર કેમ્પના દાન આપનાર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવતી બે કંપની સી.એટ તેમજ રિયાહેમના સંયુક્તયુક્ત ઉપક્રમે સદર આંખ નિદાન કેમ્પ સહરપ એજન્સીઓના સહયોગથી સદર કેમ્પનું આયોજન કરાયું હતું.

સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન અને કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કલા શિબિર યોજાઈ
વડોદરા ઃ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ નિમિતે સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન અને કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે 13મી રાષ્ટ્રીય કલા શિબિર 2019નું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયથી ચિત્રકલામાં સંપ્રદાય સક્રિય રહ્યો છે. સદગુર આધારાનંદ સ્વામી એવમ્ પ.ભ. શ્રી નારાયણજી સુથાર જેવા ચિત્રકારોએ નોંધપાત્ર કાર્ય કર્યું છે. શ્રીરીહરિ દ્વારા પોષિત ચિત્રકલાનો વારસો નંદકાળ અને દાસકાળમાં સદૈવ અક્ષુણ રહ્યો છે જેનું આપણી સંસ્કૃતિમાં અનોખું મહત્વ રહ્યું છે. વડતાલધામમાં બિરાજતા ભગવાન લક્ષ્મીનારાયણદેવ તથા ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજની અસીમ કૃપાથી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા મુખ્યકોઠારી શાસ્ત્રીજી ઘનશ્યામપ્રકાશદાસજી ચેરમેન દેવપ્રકાશદાસજીના માર્ગદર્શનથી વડતાલની જે પવિત્ર ભૂમિમાં શ્રીજી મહારાજ રંગે રમ્યા એ રંગોમાં પીછી ઝબોળી કલા પ્રતિષ્ઠાનના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ અને પ્રસિદ્ધી પામેલા સમગ્ર રાષ્ટ્રના 70 કલા સાધકો દ્વારા મેઘધનુષ્યમાં આઠમો ભક્તિનો રંગ ઉમેરવાનો પ્રમાણિક પ્રયત્ન એટલે પીંછી વડે પરમેશ્વરને પામવાનો પ્રયત્ન 13મી રાષ્ટ્રીય કલા શિબિર 2019 તા. 21-02-19 ગુરૂવારથી તારીખ 24-02-19 રવિવાર સુધી ભગવાન સ્વામિનારાયણના પ્રસાદી સ્થાનકોનો કલાના સાધકો સર્જનહારે આપેલી શક્તિ દ્વારા સપ્તરંગી જીર્ણોદ્ધાર કરવાનો અને શ્રીહરિને રાજી કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરશે. ુજરાત કલાપ્રતિષ્ઠાન દ્વારા ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને અને એની સમૃદ્ધકળાના દસ્તાવેજી પુરાવા આવનારી પેઢીને વારસામાં આપી જવા આજ સુધીમાં 12 જેટલી રાષ્ટ્રીય કલા શિબીરો ગુજરાતના વિવિધ ભાગોમાં યોજવામાં આવી છે. ૧૨૨૬ જેટલા ચિત્રકારોના હસ્તે ૧૧૮૨૭ શ્રેષ્ઠ કલાસર્જન તૈયાર કરવામાં આવ્યા છે, જે સમગ્ર રાષ્ટ્રના કલાજગતમાં ઐતિહાસિક ઘટના બની છે. વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી સ્વામી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ પરમ ભક્ત શૈલેષભાઈ સાવલિયા, કલા પ્રતિષ્ઠાનના રમણીકભાઈ ઝાપડિયા, ચિત્રકાર અજીત ભંડેરી અને સીટી પ્રજાપતિ દ્વારા સમગ્ર રાષ્ટ્રીય કલાશિબિરનું સંકલન કરી રહ્યા છે. આજરોજ બિપિન પટેલની બુકનું આચાર્ય વડિલ સંતોના હસ્તે વિમોચન પણ કરાયું હતું. આ પ્રસંગે પૂ નૌતમ સ્વામીએ વિસ્તારથી વડતાલની ઐતિહાસિકતાનો ચિતાર આપ્યો હતો. અહીં ગોવિંદ સ્વામી મેતપુરવાળા, નૌતમ સ્વામી, વડતાલ, બ્રહ્મસ્વરૂપ સ્વામી, મુનિવલ્લભ સ્વામી વગેરે સંતો તથા શેઠ ઘનશ્યામભાઈ ખાંધલીવાળા, ચિમનભાઈ પટેલ વડતાલ અમેરિકા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો