તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બલેશ્વરથી ઝડપાયેલા ડુપ્લિકેટ શુઝ કેસમાં કોલ ડીટેઇલ મંગાવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બલેશ્વર ગામે નાઈકી, એડીડાસ જેવી બ્રાડેડ કંપનીનાં ડુપ્લીકેટ શુઝ ભરેલ ગોડાઉન પકડાયું હતું. આ ઘટનામાં સંડોવાયેલ બંન્ને યુવાનોના ફોનના કોલ ડીટેલ મંગાવવામાં આવ્યા છે. પોલીસ સુરતના યુવાનની ધરપકડ બાદ જ ઓનલાઇન વેપલોની પોલ પણ બહાર આવશે.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ એલસીબી પોલીસે બીજા પલસાણા તાલુકાના બલેશ્વર ગામે બંધ મિલના બીલ્ડીંગમાં ગાડાઉન બનાવી નાઈકી, એડીડાસ જેવી બ્રાડેડ કંપનીનાં 4394 જોડી ડુપ્લીકેટ શુઝનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ડુપ્લીકેટ શુઝનો જથ્થો સુરતના મહંમદ સાહીબ મોહંમદ સાદ્દીક તમ્બુવાલાનો હોવાનું બહાર આવ્યુ હતું. જે દિલ્હી કરોલબાગના અમીત નાગપાલ પાસેથી મંગાવ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતું. જેથી પોલીસે 84.88 લાખનો જથ્થો કબ્જે લઇ તપાસ હાથ ધરી હતી, જેમાં જિલ્લા એલસીબી પોલીસને બીજા દિવસે આ ઘટનામાં તપાસમાં આગળ વધી શકી ન હોવાનું જાણવા મળેલ છે. પોલીસે હાલ બંન્ને યુવાનોના ફોનના કોલ ડીટેલ મંગાવ્યા છે. જે આધારે તપાસ આગળ હાથ ધરાશે. સુરતના યુવાનનો ફોન પણ બંધ હોવાનું જાણવા મળેલ છે. બંન્ને યુવાનનોની ધરપકડ કરી પૂછતાછ કરવામાં આવે, ત્યાંરબાદ ઓનલાઇન વેપારનો પોલ પણ ખુલશે. આ ઘટનામાં પોલીસને બીજા દિવસે તપાસમાં ચોક્કસ દિશામાં આગળ વધી શકી નથી

અન્ય સમાચારો પણ છે...