તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરપાડા તાલુકામાં CAA અંગે લોકજાગૃતિ કાર્યક્રમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે કેવડી અને વડગામ ખાતે CAA ના સમર્થનમાં લોક જાગૃતિ અંગે ભાજપના અગ્રણીઓએ સરપંચો અને નાગરિકોની બેઠક યોજી હતી. ઉમરપાડાના વાડી ગામેથી બેઠકનો પ્રારંભ થયો હતો, બારડોલીના પૂર્વ ધારાસભ્ય કુંવરજીભાઇ હળપતિ અને માંગરોળ તાલુકા ભાજપ અગ્રણી કિશોરસિંહ કોસાડાના નેતૃત્વ હેઠળ ત્રણે સેન્ટરો પર બેઠક યોજાઇ હતી વાડી ગામે યોજાયેલ સીએએ સમર્થન બેઠકમાં માજી ધારાસભ્ય કુંવરજી હળપતિએ જણાવ્યુ કે હિંદુસ્તાનના જુદા-જુદા રાજ્યોમાં કોંગ્રેસ સહિતની વિપક્ષી રાજકીય પાર્ટી ભેગી થઈને CAA ના વિરોધમાં તોફાનો કરાવે છે. તેમનો મૂળ હેતુ રાજકીય સત્તા મેળવવાનો છે જેથી આવા કાવતરા થઈ રહ્યા છે. ત્યારે લોકો આ કાયદાની સાચી વાત સમજે તેના માટે આ બેઠક યોજવામાં આવી છે. ભાજપ અગ્રણી કિશોરસિંહ કોસાડા, ઉમરપાડાના ગંભીભાઈ વસાવા વગેરેએ બેઠકમાં CAA ની સમાજ આપી હતી. અને લોક જાગૃતિ કેળવવાનો પ્રયાસ કર્યો હતો ઉમરપાડાના કેવડી અને વડગામ ખાતે પણ CAA ના સમર્થનમાં બેઠકો યોજાઇ હતી. જેમાં સરપંચો અને જાગૃત નાગરીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકોનું સફળ આયોજન ભાજપ પ્રમુખ વાલજીભાઇ ચૌધરી, મહામંત્રી અર્જુનભાઈ વસાવા, મહામંત્રી અમીષભાઇ વસાવા, ભૂપેન્દ્રભાઈ વસાવા સહિતના ભાજપના આગેવાનોએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો