તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટિસો ફટકાર્યા પછીયે બારડોલીની 33 સરકારી કચેરીના વેરો ભરવામાં ધાંધિયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બારડોલી નગરપાલિકામાં નગરની સરાકરી કચેરીઓનો 9 લાખ જેટલો વેરો બાકી છે. ફરી એક વખત વર્ષ પૂર્ણ થવાનો માંડ 16 દિવસ બાકી હોવા છતાં એક પણ સરકારી કચેરી વેરો ભરવા આગળ આવી નથી. બીજી તરફ પાલિકાએ 350થી વધુ મિલકત ધારકોને નોટિસ ફટકારવા આવી છે. અત્યાર સુધી 81 ટકા જેટલી રિકવરી થઈ છે.

બારડોલી નગપાલિકાના ચાલુ વર્ષ દરમિયાન 6.23 કરોડના માંગણા અંગે વેરા વિભાગે છેલ્લા માસમાં કડક રિકવરીની કામગીરી હાથ ધરી છે. જેમાં અત્યાર સુધી 350થી વધુ મિલકતધારકો નોટિસ આપી છે. જ્યારે બારડોલી નગરની 33 સરકારી કચેરીઓમાં પણ નોટિસ આપી છે. અત્યાર સુધી 9 લાખ જેટલી રકમ બાકી હોવાનું જાણવા મળેલ છે. પરંતુ નોટિસ મળવ્યાનો પણ ઘણા દિવસો વીતી ગયા છે. વર્ષ પૂર્ણ થવાને માંડ 16 દિવસ બાકી હોય, છતાં એક પણ સરકારી કચેરી વેરો ભરવા આગળ આવી નથી. સરકકારી એક તરફ વેરો ભરવા બાબતે જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરે છે. બીજી તરફ સરકારી કચેરીના અધિકારીઓ જ બેદરકારી દાખવતાં જોવા મળી રહ્યાં છે. વહીવટીતંત્રની મિટિંગમાં જ્યારે જવાબદાર અધિકારી 70 ટકા વેરો ભરવા બાબતે ચર્ચા થઈ હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. ચાલુ વર્ષમાં પાલિકા 90 ટકાની રિવકરી મેળવવા પેટા વિભાગની ટીમ નોટિસ સહિતનો દોર ચલાવવા છતાં હાલ 81 ટકા રિકવરી થઈ છે.

વર્ષ પૂર્ણ થવાના 16 જ દિવસ બચ્ચા છતા વેરો બાકી

પાલિકામાં મોટી સંસ્થા સહિતના મોટી રકમ ધરાવનાર મિલકત માલિકો સામે લાલ આંખ કરવા આંખ આડા કાન કરી રહ્યાં હોવાનું જાણવા મળેલ છે. શાસકો અને અધિકારીઓ બાબતે કડક પગલા અખત્યાર કરી કનેકશન કાપવા સહિતની કામગીરી વેરાની રકમ ભરાપઈનો આંકડો વધી શકે તેમ હોવનું સૂત્રો માને છે.

મિટિંગમાં 70 ટકા વેરો ભરવા જણાવાયું છતાં એકપણ રૂપિયો જમા થયો નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો