તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડીયામાં ST બસોનો માર્ગ બદલાતા વેપારીઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝઘડીયામાં પાઇપલાઇનની કામગીરીના કારણે એસટી બસોને ડાયવર્ઝન આપવામાં આવ્યાં છે. મુખ્ય બજારમાંથી જતી બસોને બાયપાસ પર ડાયવર્ટ કરી દેવાતાં ધંધો- રોજગાર બંધ થતાં વેપારીઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે.

ઝઘડીયાના સુલતાનપુરા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા પાઇપ લાઇનના કામ માટે મુખ્ય રોડ પર તથાઅન્ય ફળીયાઓમા ખોદકામ કરવામાં આવ્યુ હતું. પાઇપલાઇન નાખ્યા બાદ પણ ઝઘડીયા ચોકડીથી ટાવર રોડ, બજાર, પશુ દવાખાના સુધીનો રોડનું રીપેરીંગ કરાવવામાં આવ્યું નથી. પાઇપલાઇન માટે ખોદકામ શરૂ થતાંની સાથે ઝઘડીયા ડેપોમાંથી ઉપડતી તમામ બસો બજાર, ટાવર રોડ પરથી બંધ કરી એસટી બસ ડેપો પાછળથી બાયપાસના રૂટ પર દોડાવવામાં આવી રહી છે. બસો બંધ થઇ જતાં ચાર રસ્તાથી મુખ્ય બજાર સુધીના વિસ્તારમાં આવેલી દુકાનોમાં ધંધા- રોજગાર પર અસર પડી છે. બીજી તરફ રસ્તો ખરાબ હોવાથી વાહનોની સાથે રાહદારીઓને ચાલવામાં તકલીફ પડે છે. આ કારણથી પણ બજારમાં આવતાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ઝઘડીયાના લોકોના કનડતા પ્રશ્નો અંગે રાજકીય પક્ષો ચુપકીદી સેવી રહયાં હોવાથી રોષ જોવા મળી રહયો છે. ઝઘડીયા જનરલ વેપારી મંડળે નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. વેપારી આગેવાનોએ જણાવ્યું હતું કે, પાઇપલાઇનનું કામ છેલ્લા કેટલાય સમયથી કામ પૂર્ણ થઇ ગયું હોવા પછી પણ એસટી બસો બાયપાસ ચલાવાય રહી છે તે યોગ્ય નથી. બસોને વાયા બજાર થઇને દોડાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...