તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારડોલીમાં હડકાયા કૂતરાએ ગર્ભવતી મહિલા સહિત 8ને બચકાં ભર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરના નવદુર્ગા સોસાયટીમાં બપોરના સમયે એક હડકાયું કૂતરુએ યુવાનના પગમાં બચકુ ભરવાની ઘટના બનતાં જ સોસાયટીમાં નાસભાગ મચી ગઈ હતી. ઘરની બહાર હતાં જે બધા ઘરમાં ઘૂસી બારણા બંધ કરવાની નોબત આવી હતી. જોકે, સોસાયટીમાં બે લાઈનમાં કૂતરાએ 4ને બચકા ભર્યા હતાં. જ્યારે અન્ય વિસ્તારમાં પણ 4 લોકોને બચકા ભરતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

બારડોલી નગરમાં ગુરુવારના બપોરના સમયે નવદુર્ગા સોસાયટી, અ‌વધૂત નગર, સુથાર ફળિયા સહિતના વિસ્તારમાં એક હડકાયું કૂતરુ આવતાં નાશભાગ થઈ ગઈ હતી. જેમાં અલગ અલગ વિસ્તારના બે મહિલા અને ચાર પુરુષને બચકા ભર્યા હતાં.જેના કારણે આ સોસયાટીઓમાં ગભરાટ ફેલાયો હતો. લોકોને ઘરની અંદર ઘૂસી બારણું બંધ કરવાની ફરજ પડી હતી. નવદુર્ગા સોસાયટીમાં ક્રિસ લાખારા, કુશ ડેનીશભાઈ ચાંપાનેરિયા, ભરતભાઈ અને ગર્ભવતી મહિલાને કૂતરાએ બચકુ ભર્યુ હતું. ત્યારબાદ અવધૂત નગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ પટેલ અને સુથારફળિયામાં રહેતો મનોજભાઈ ભાાવસારને પણ કૂતરુ કરડ્યું હતું. આ બંનને બારડોલી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. જ્યારે નવદુર્ગા સોસાયટીના બે બાળકો ક્રિસ અને કુશને સારદાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. હડકાયું કૂતરુ અંગે બારડોલી નગરપાલિકાને જાણ કરતાં એક ટીમ આવી તે પહેલા રોષે ભરાયેલા લોકોએ કૂતરાને મોતને ઘાટ ઉતાર્યુ હતું. પાલિકાની ટીમ મૃત કૂતરાને લઈ ગઈ હતી. જોકે, બાપુ નગર અને નહેરુ નગરમાં પણ બે રહીશોને કરડ્યું હોવાનું જાણવા મળેલ છે.

હડકાયા કૂતરાનો ભોગ બનેલા લોકો હોસ્પિ.માં સારવાર હેઠળ

રસ્તો ક્રોસ કરતો હતા ત્યા જ કૂંતરાએ આવી બચકું ભરી લીધું
સામેના ઘરેથી મારા ઘરમાં જવા માટે રસ્તો ક્રોસ કરતો હતો ત્યારે અચાનક કૂતરૂ આવી જઈ મારા પગમાં કરડ્યું હતું. જેથી હું ગભરાઈ ગયો હતો અને ત્યારબાદ મને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતાં.

ફર્સ્ટ પર્સન કુશ ચાંપાનેરિયા
હડકાયું કૂતરૂં કરડે એટલે 5 ડોઝ વેક્સીન
હડકાયું કૂતરુ કરડે તો તાત્કાલિક હોસ્પિટલમાં એન્ટી રેબીજ વેક્સીન મુકવવાની હોય છે. જેના 5 ડોઝ લેવાના હોય છે. પહેલા તાત્કાલિકત્યારબાદ ત્રીજા દવસે, સાતમા દિવસે, ચૌદમા દિવસે અને છેલ્લા 28માં દિવસે ઈન્જેકશન લેવાનું હોય છે. ડો. ભાવેશભાઈ પટેલ, મેડિકલ ઓફિસર, બારડોલી રેફરલ હોસ્પિટલ

કૂતરૂં છંછેડાયા બાદ જોખમી બની જાય છે
કૂતરાના શરીરમાં રેબીજ હોય જ છે. જ્યારે કૂતરામાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોય, ત્યારે રેબીજની અસર થતાં હડકાયું બનતું હોય છે. જે હડકાતું થતાં જ લોકોને કરડવા લાગતું નથી, પરંતુ આ કૂતરાને માર મારવામાં આવ્યો હોય, કે લોકો હેરાન કરતાં હોય ત્યારે છંછેડાય ગયા બાદ જોખમી બની જાય અને લોકોને બચકા ભરે છે. જતીન રાઠોડ, પ્રમુખ ફ્રેન્ડસ ઓફ એનિમલ ટ્રસ્ટ, બારડોલી

એક્સપર્ટ રિવ્યુ
અન્ય સમાચારો પણ છે...