તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વંકાલમાં બૂટલેગરના ઘરે કારમાંથી 4.14 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીખલી પોલીસને વંકાલ ગામે એક બૂટલેગરના મોટી માત્રામાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી બૂટલેગરના ઘરના ઓટલા ઉપરથી તેમજ કારમાં મુકેલો 4.14 લાખનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે 6.16 લાખના મુદ્દામાલ સાથે મહિલાને ઝડપી પાડી હતી. જયારે 1 મહિલા સહિત 2 પુરૂષ મળી 3 બૂટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ચીખલી તાલુકાના વંકાલ ગામના પહાડ ફળિયામાં રહેતી વીણા આશિષ ઉર્ફે લાલુ રાજેશ પટેલના ઘરે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમી ચીખલી પોલીસને મળી હતી. બાતમીના આધારે ચીખલીના પીઆઈ ડી.કે.પટેલને, પીએસઆઈ આર.જે.ઠુમ્મર, મહિલા પીએસઆઈ એ.ડી ભટ્ટ તથા સર્વેલન્સ સ્ટાફ સાથે બપોરના સમયે આ મહિલા બૂટલેગરના ઘરે રેડ કરતા ઘરના ઓટલા ઉપર તેમજ એક મારૂતિ અલ્ટો કાર (નં. જીજે-21-સીએ-8531)માં કુલ 69 પેટીમાં રાખેલો દારૂનો જથ્થો કિંમત રૂ. 4.14 લાખ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત કાર કિંમત રૂ. 2 લાખ, 1 મોબાઈલ કિંમત રૂ. 2 હજાર મળી કુલ રૂ. 6.16 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. જ્યારે આશિષ ઉર્ફે લાલુ રાજેશ પટેલ, સ્વપનિલ રાજેશ પટેલ, સુમિત્રા રાજેશ પટેલ (તમામ રહે. વંકાલ, પહાડ ફળિયા) પોલીસની રેડ જોઈને ભાગી જતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

6.16 લાખના મુદ્દામાલ સાથે મહિલા ઝડપાઈ, 3 ફરાર

અન્ય સમાચારો પણ છે...