આચાર્ય તુલસી માર્ગ પરનો એક ટ્રક પર બાંધકામનો સામાન, નગરજનોને હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરના આચાર્ય તુલસી માર્ગ પર એમ.એન.પાર્ક પાસે તાજેતરમાં શોપિંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. માર્ગના એક ટ્રેક પર છેલ્લા ઘણા સમયથી સામાન પડ્યો રહેતો હોવાથી વાહન ચાલકોને અગવડ પડી રહી છે. પાલિકાના શાશકોને ધ્યાનમાં આવતું નથી,અને મહત્વની બાબત નગર ભાજપ કાર્યાલયની સામે જ આ હાલત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

બારડોલી નાગરપાલિકાના શાશકો નગરજનોની સુવિધા કરતાં બિલ્ડરોની સુવિધાને વધુ ધ્યાન રાખી રહ્યા હોવાનો ગણગણાટ ઉઠ્યો છે. જેનું કારણ આચાર્ય તુલસી માર્ગ પર એમ. એન પાર્ક નજીક છેલ્લા ઘણા સમયથી શોપિંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે બિલ્ડરનું મટિરિયલ સહિતનો સામાનથી માર્ગનો એક ટ્રેક રોકાઈ રહે છે જેના કારણે નગરજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે, આટલી ગંભીર બાબત હોવા છતાં પાલિકાના શાસકો નગરજનોની હાલાકી દૂર કરાવવા બિલ્ડર પાસે માર્ગનો એક ટ્રેક ખુલ્લો કરાવી શકતા નથી બારડોલી નગર ભાજપ સંગઠનની મુખ્ય ઓફિસની સામે જ આ ગંભીર સમસ્યા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. નગરજનો પાલિકાના શાસકો બિલ્ડરોને સુવિધા આપવામાં અગ્રેસર હોવાનું જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...