યુનિર્વસિટીના રમતોત્સવમાં બુહારી કોલેજના વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યારા | વાલોડ તાલુકાના મોરારજી દેસાઇ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિરપોરમાં એમ.એ પાર્ટ વન સેમેસ્ટર-2 ગુજરાતી વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાગર કુમાર ડી ચૌધરી અને પ્રકાશભાઇ આર કોળધા એ ફેબ્રુઆરીમાં યુનિવર્સિટીના પરિસરમાં યોજાયેલા 47 માં રમતઉત્સવમાં ભાગ લીધો હતો, જેમાં સાગર ચૌધરી 800 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે 400 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને દિવ્યાંગ રમતમાં પ્રકાશ બોરડા એ 50 મીટર અને લાંબી કુદ માં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવી બુહારી કોલેજમાં ગૌરવ અપાવ્યું હતું. જે બદલ માનવ કલ્યાણ ટ્રસ્ટ સત્યજીતભાઈ દેસાઈ તેમજ મંત્રી રાજુભાઇ શાહ ઉદય દેસાઈ અને કોલેજના આચાર્ય જયંતીભાઈ ચૌધરી સહિત માનવ કલ્યાણ ટ્રસ્ટ પરિવાર અભિનંદન પાઠવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...