તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગના વધુ વિસ્તારોમાં બીએસએનએલ દ્વારા નેટ કનેક્ટિવિટી સેવાનો આરંભ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગનાં શામગહાન, બિલમાળ તથા જામુનવિહાર ગામે ઉભા કરાયેલા બીએસએનએલ ટાવરની 2જી તથા 3 જી ફોન-નેટની કનેક્ટીવીટી સેવાનો આરંભ થતાં આ વિસ્તારના ગામડાંઓના રહીશોમા આનંદની લાગણી વ્યાપી હતી. ડાંગ જિલ્લામાં વીસ નવા ટાવર ઉભા કરાઇ રહ્યાં તેમાં આ અગાઉ અંતરીયાળ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા વાઘમાળ ગામ ખાતે ઉભા કરાયેલ બીએસએનએલના ટાવર પરથી 2જી તથા 3જી ફોન નેટની કનેક્ટીવીટી સેવાનો આરંભ કરી દેવામાં આવેલ હતો. જે આ વિસ્તારના દગડીયાઆંબા, વાઘમાળ, લવારીયા, બરડા જેવા ગામડાંઓમાં આ સેવાનો લાભ મળ થતાં આ અગાઉ ઘણી સંદેશાવ્યવહાર નેટવર્કની સેવાથી વંચિત થઇ રહ્યાં હતાં જે સેવાની શરૂઆત થતાં સ્થાનિક લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. ત્યારે આજે ડાંગના વધુ ત્રણ બીલમાળ, શામગહાન તથા જામુનવિહિર ગામે પણ ઉભા કરાયેલા ટાવરોનું કામ પૂર્ણ થતાં આ બીએસએનએલના ટાવર પરથી 2 જી તથા 3 જી ફોન નેટની કનેક્ટીવીટી સેવાનો આરંભ કરી જે આજે ચાલુ થઇ જતાં આજુબાજુના વિસ્તારોમાં આ વિસ્તારના લોકોને ઘણી નેટવર્કની સેવાથી વંચિત થઇ રહ્યાં હતાં. જે સેવાની શરૂઆત થતાં સ્થાનિક લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. જે 2 જી તથા 3 જી ફોન નેટની કનેક્ટીવીટી સેવાનો આરંભ થયાની જાણ સ્થાનિક ડાંગ વિભાગના અધિકારી સરોજકુમારની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો