Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નાની બહેનને હેરાન કરતા યુવકને ઠપકો આપવા જતાં ભાઇ પર ધારિયાથી હુમલો
નેત્રંગ તાલુકાના ઝોકલા ગામે હોળીમાં ગામની ભાગોળે બહેનને હેરાન કરતા ગામના જ યુવાનને સમજાવવા જતાં યુવતીના ભાઈ ઉપર ધારિયાથી હુમલોક કર્યો હતો. ચાર યુવાનોએ ધારીયા અને લાકડીથી ઘાતકી હુમલો કરી મામા ફઈના બે પિતરાઈ ભાઈઓ પણ ઝઘડામાં વચ્ચે છોડાવા પડતાં યુવાનને પણ ધારિયું મારી લોહીલુહાણ કર્યો હતો. દરમિયાન ગામલોકો આવી જતાં મારી નાખવાની ધમકીઓ આપી પાંચ હુમલાખોર ભાગી છૂટ્યા હતા. નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઝોકલા ગામનો વિનય વસાવા પિતાના અવસાન બાદ ખેતી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. તેની નાની બહેન આણંદની કોલેજમાં અભ્યાસ કરે છે. અમદાવાદથી તેની ફઈનો દીકરો મેહુલ તેના મિત્રો સાથે હોળીની બાધા ઉતારવા ઝોકલા આવ્યો હતો. તે અરસામાં ઝોકલા ગામનો સંદીપ શુકલ વસાવા વિનયની બહેનને અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો. આ બાબતે બહેને દૂરના ફઈનો છોકરો મેહુલ રમેશ વસાવા, તેના મિત્રો સાથે બાધા કરવા માટે ઝોકલા આવ્યો હતો. વિનયે તેના ફઈના દીકરા મેહુલને જાણ કરી કે પ્રિયંકાને સંદીપ વસાવા નામનો વ્યક્તિ હેરાન પરેશાન કરે છે. સંદીપ વસાવા સાથે ફરી આવેલા મિત્રો મનોજ વસાવા , અજય વસાવા , ધવલ વસાવાના અને યોગેશ વસાવાઓએ સંદીપનું ઉપરાણુ લઇ ધારીયુ અને લાકડીઓના
સપાટા લઇ દોડી આવી વિનય સાથે મારા મારી કરી મનોજ અને મેહુલને છોડાવવા પડેલા વિજયસીંહ વસાવાને ધારીયાથી હુમલો કર્યો હતો. સંદિપ અને ધવલે લાકડીથી વિનયને માર મારી વિનય,મેહુલ અને વિજયને મારી નાખવાની ધમકીઓ આપી હતી. નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલી છે.
અમદાવાદથી આવેલો ફઈનો દીકરો અને તેના મિત્રો મામાની દીકરીને હેરાન કરતા હતા