તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૌતિક પ્રક્રિયા તોડવી એ આધ્યાત્મિક પ્રક્રિયા છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કીમ |કીમના બોલાવ ખાતે આવેલી આર્યમ શાળામાં 33મો પુસ્તક સંવાદ થયો હતો. લેખક જગ્ગી વાસુદેવન લિખિત પુસ્તક ‘શિવ પરમ વિધ્વંસક’ નો પરિચય આપવામાં આવ્યો હતો. શાળાના કેમ્પસ ડિરેક્ટર વિરલભાઈ દેસાઈએ પોતાના વક્તવ્યમાં પરમ વિધ્વંશક શિવ કોણ છે ? વિરાટ શૂન્ય સર્વ વ્યાપી શિવની અનુભૂતિ કરાવતા સ્થળો, શિવના આભૂષણો વિગેરે પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. તેમને જણાવ્યું હતું કે ભૌતિક જગતની દેખાતી તમામ વસ્તુ કે પદાર્થો બાદ કરતા મળતી વિરાટ શૂન્યતા શિવ છે. શિવ અજન્મા છે અને તેથી જ અમર છે. કૈલાશ પર્વત એ જીવંત પુસ્તકાલય છે. કાશી એ શિવની નગરી છે. જેમાં શરીરની 72000 જેટલી નાડીઓની જેમ 72000 જેટલા કેન્દ્રો આવેલા હતા. કેદારનાથથી પાંચ કિમી ઉપરની બાજુએ આવેલ કાંતિ સરોવર સુધી પહોચનારને શિવ એ ધ્વની છે. એવી અનુભૂતિ થાય છે. જ્યાં સાત ઋષિઓને શિવ તરફથી પરમ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. સૌથી મહત્વની વાત એ છે કે શિવ એ એવું આદી યોગી તત્વ છે. જે પોતાના મસ્તિષ્કમાં પોતાની જાતે જ સોમરસ તૈયાર કરી શકે છે, એને ભૌતિક જગતના નશાની જરૂર નથી. શાળાના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ તથા જીગરભાઈ પટેલ સહીત આચાર્ય મનસુખભાઈ કાકડિયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા તથા પુસ્તક સંવાદ સંદર્ભે પોતાના મંતવ્યો આપ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો