તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજ બીલ વસૂલાત માટે જતી મહિલા કર્મી સાથે બોલાચાલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નેત્રંગ તાલુકાના કોડવાવ ગામના ગીતાબેન પુષ્પકાંત ભક્તના વીજ બિલના 4307 રૂપિયા માર્ચ મહિનાના બાકી નીકળતા હતા. જેની વસુલાત કરવા મયુરી શંભુભાઈ ગામીત, કે. આર. વસાવા લાઈમેન, અર્જુન વસાવા અને ડ્રાઈવર મુકેશ વસાવા સાથે કોડવાવ ગામે ગયા હતા. ગીતાબેન પુષ્પકાન્ત ભક્તના ઘરે જતા ત્યાં પુત્ર હિમાંશુ ઉર્ફે અંકિત ભક્ત, તેની પત્નીએ આ મહિલા કર્મચારી સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. સાથે અમારા વીજબીલના કોઈ નાણાં બાકી નથી.

અમે બે દિવસ પહેલાં જ જીઈબીની કચેરીએ 17307 નો ચેક આપી દીધો છે. તેમ કહી તપાસ કરી લેવા જણાવતાં મહિલા કર્મચારીએ વસુલાત તમારે આજે જ કરવી પડશે. તમારે આ નાણાં ભરવા જ પડશે. તેમ કહેતાં બોલાચાલી થઈ હતી. જે સંદર્ભે વીજ કંપનીના મહિલા કર્મીએ કટેરી ખાતે જાણ કરતાં નેત્રંગ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો