તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રાન્દ્રા-ગોરખપુર ટ્રેનનું વાપીને સ્ટોપેજ મળતાં ઉતર ભારતીયઓમાં ખુશી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંત્યોદય એકસપ્રેસ (બ્રાન્દ્રા-ગોરખપુર) ટ્રેનને વાપી માટે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેને લઇ વાપી-દમણ અને સેલવાસના ઉત્તર ભારતીય સમુદાયના લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ ટ્રેનની માગ લાંબા સમયથી મુકેશસિંહ ઠાકુર દ્વારા કરવામા આવી હતી. જેમના સાર્થક પ્રયાસોના કારણે24 ફેબ્રુઆરીએ આ ટ્રેનને વાપી ખાતે સ્ટોપેજ મળ્યું છે. બાન્દ્રા-ગોરખપુર ટ્રેનનું સ્વાગત સાંસદ ડો.કે.સી.પટેલ, પારડી ધારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇએ લીલીઝંડી બતાવીને ટ્રેનને રવાના કરી હતી. આ પ્રસંગે ઉતર ભારતીય સમાજના લોકોએ ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ અને વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશસિંહ ઠાકુર, શહેર ભાજપ પ્રમુખ મિતેશ દેસાઇ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતાં. આ પ્રસંગે મુકેશસિંહ ઠાકુરને હાજર મહાનુભાવોએ બિરદાવ્યાં હતાં. કારણ કે આ ટ્રેનના સ્ટોપેજ માટે તેઓ માગ કરી રહ્યાં હતાં. હવે જલગાવ-બ્રાન્દ્રા ટ્રેનનું વાપીમાં સ્ટોપેજ મળે તેવા પ્રયાસો ચાલી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો