તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખૂંધ પોકડાથી 2.61 લાખના દારૂ સાથે બૂટલેગર ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીના ખૂંધ પોકડા ગામના ઢોડિયાવાડ નદી ફળિયા ખાતે આરઆરસેલની ટીમે રેડ કરી ઘર અને મારૂતિવાનમાંથી રૂ. 2.61 લાખનો દારૂ મળી કુલ રૂ. 3.63 લાખનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે 5ને વોન્ટેડ જાહેર કર્યા છે.

આર.આર.સેલને બાતમીના આધારે ખૂંધ-પોકડાના ઢોડિયાવાડ નદીફળિયા ખાતે રહેતા ભાવેશ પટેલના મકાનમાં પોલીસે તપાસ કરતા ઘરમાં અને મારૂતિ વાન (નં. જીજે-05-સીએફ-3586)માં તપાસ કરતા 30 પૂઠાના બોક્સમાં દારૂની 624 નંગ બોટલ રૂ. 2,61,600 મળી હતી. પોલીસે દારૂ સહિત મોબાઈલ નંગ 2 રૂ. 1500 અને વાન રૂ. 1 લાખ મળી કુલ રૂ. 3,63,100 સાથે બૂટલેગર ભાવેશ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર પ્રજ્ઞેશ પટેલ, દારૂ ભરાવનાર શૈલેષ પટેલ અને અમ્રતભાઈ પટેલ, સંજય પટેલ અને સ્કોર્પિયોમાં દારૂ લાવી આપનાર સદ્દામ શેખને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો