તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલવાસમાં કોરોના વાઇરસ અંગે બોગસ મેસેજ વાયરલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સેલવાસની VBCHમાં કેરાલાથી આવેલ એક વ્યક્તિ કોરોના વાઇરસના ઇન્ફેક્શન વાળો હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. હેલ્થ ડાયરેક્ટર દાનહ ડીડી ડો.વી.કે દાસ સાથે વાત કરતા તેમણે જાણવા મળ્યુંકે સેલવાસ સિવિલના આઇસોલેટેડ વોર્ડમાં કોઈ કોરોના વાઇરસનું દર્દી નથી. ખોટી અફવાથી ગેરમાર્ગે ન દોરાવા તેમણે લોકોને જણાવ્યું છે.

સેલવાસના અનેક સોશિયલ મીડિયા ગ્રુપમાં એક મેસેજ ફરતો થયો હતો. જેમાં જણાવ્યું હતું કે મૂળ રહેવાસી દૂધની, ખાનવેલ અને સેલવાસનો જે ઇન્ડિયન રિર્જવ બટાલિયન ફોર્સનો જવાન કરોના વાયરસનો રોગી છે. હાલમાં એની પોસ્ટિંગ કેરલા ખાતે ઓન ડ્યુટી જેની સ્પેશિયલ તપાસ સેલવાસ સિવિલ ખાતે ચાલી રહી છે. મેસેજ લખનાર કહે છેકે વિચાર્યુ કે, લોકોની જાણકારી માટે જણાવી એની સાથે બીજા એક મેસેજમાં હિન્દીમાં જણાવે છેકે અભી હોસ્પિટલમાં કરોનાકા રોગી પહોચ ગયા હૈ ઉપચાર ક્ષેત્રમેં અવા જાહી પ્રતિબંધિત હૈ, સેફટી ઔર સુરક્ષા કે લિહાઝશે ચહેરા ઢકર રખે આ પ્રમાણેનો મેસેજ વાયરા થતા લોકોમાં ગભરાટનો માહોલ બનાવ પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો