તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાંડ ઉદ્યોગ સંઘની ગાંધીનગરમાં બોર્ડ મિટિંગ મળી, ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવાનું નક્કી કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ખાંડ ઉદ્યોગ સંઘની ગુરુવારના રોજ ગાંધીનગર ખાતે મળેલી બોર્ડ ઓફ મિટિંગમાં આગામી 31મી માર્ચે શેરડીના ભાવે બાબતે બપોરે મિટિંગ કરવાનું નક્કી થયુ હતું, જ્યારે આગામી ચૂંટણી માટેની મતદાર યાદી તૈયાર કરવાનું નક્કી થયું હતું.

ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં મળેલી બોર્ડ ઓફર મિટિંગમાં સુગર ફેક્ટરીના ચેરમેનો હાજર રહ્યા હતાં. તેમની ઉપસ્થિતિમાં બોર્ડમાં ચર્ચા શરૂ કરવામાં આવી હતી. જેમાં દર વર્ષની જેમ 31મી માર્ચે તમામ સુગર ફેક્ટરીઓ ભાવ બાબતે બપોરે એક વાગ્યે મિટિંગ કરી જેતે સુગરે પોતાના ભાવ જાહેર કરવાનું નક્કી થયું હતું. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સુગર મિલોને આપવામાં આવેલ લોન અંગે 7 ટકા વ્યાજ ચાર માસ ભરવા અંગે બજેટમાં જોગવાઈ કરાઈ હોવાનું જાણવા મળેલ છે. જેયારે આવનાર દિવસોમાં સુગર મિલોની ચૂંટણી આવનાર છે. ત્યારે મતદાન યાદી તૈયાર કરવાનું બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. સર્વાનુમત્તે બોર્ડની મિટિંગ સંપન્ન થઈ હતી. જોકે, ચર્ચા મુજબ 31મી માર્ચે સુગર ફેક્ટરીના ભાવો બાબતે સ્ટોક વેલ્યુ માટે નજીકના દિવસોમાં ચલથાણ સુગર ખાતે બેઠક મરનાર હોવાનું જાણવા મળેલ છે.

31મી માર્ચે બપોરે 1 વાગ્યે શેરડીના ભાવો જાહેર કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો