આહવા એકલવ્ય રેસિડેન્સિયલ શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાપુતારા | ગુજરાત રાજ્ય ટ્રાયબલ સોસાયટી ગાંધીનગર અને જ્ઞાનધામ વાપી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ આહવામાં જિલ્લા શિક્ષણાધિકારી એમ. સી.ભૂસારાનાં અધ્યક્ષસ્થાને ધો. 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સહિત વિદાય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભુસારાએ ધો. 10 અને 12નાં વિદ્યાર્થીઓને અગામી 5મી માર્ચથી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી સારા ટકાએ પાસ થઈ જિલ્લાનું નામ રોશન કરે તેવી હાંકલ કરી હતી. આ પ્રસંગે ધો. 10 અને 12નાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન સફળ કામગીરીનાં પ્રતિભાવો રજૂ કર્યા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યા સોનલ મેકવાને કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...