તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માછીવાડ ખાતે પાણી વિતરણ બાબતે બે જૂથો વચ્ચે મારામારી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જલાલપોરનાં કાંઠા વિસ્તારમાં આવેલ માછીવાડ દીવાદાંડી ખાતે પાણી વિતરણ કરતા ઇસમ અને માજી સરપંચ વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થતાં બંને જૂથો સામસામે આવી ગયા હતાં. બંને પક્ષ વચ્ચે મારામારી થતાં જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ગ્રામ પંચાયતમાં ગામને પાણી વિતરણ કરવાનું કામ નરેશ રવલા ટંડેલ નામનો ઇસમ કરી રહ્યો છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે તે ગતરોજ સવારે 8 વાગ્યે પંચાયત ઓફિસ પાસે આવેલ પાણીની ટાંકીમાં પાણી ઉભરાટ તરફથી આવે છે તે પાણીનાં સંપમાં જમા કરીએ છીએ અને ત્યારબાદ ગામમાં ઝોન પ્રમાણે પાણીનું વિતરણ થાય છે. તે સ્થળે તેઓ પાણી ચેક કરતા હતાં ત્યારે પૂર્વ સરપંચ વિજય ટંડેલ, જયશ્રી, પ્રતિક્ષા, અશોક વિનય અને કુંતી ટંડેલ (તમામ રહે. બોરસી માછીવાડ) એ આવીને કહ્યું કે અમોએ પાણીવેરાનાં નાણાં સરકારમાં ભર્યા નથી તેવી ખોટી વાતો ગામમાં કેમ ફેલાવો છો! તેમ કહી, માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો