સેલંબા ગામે જમીન બાબતે બે પરિવારો વચ્ચે મારામારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાગબારાના સેલંબા માં જમીન બાબતે બે પરિવારો બાખડ્યાં હતાં. પંચાયતની જમીન પર ગેર કાયદેસર મકાન બાંધી રહેવા બાબતે બંને વચ્ચે ઝગડો થયો હતો.

સેલંબા ગામના જમાદાર ફળિયુમાં રહેતા નબીમહંમદ શેખે સાગબારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે સેલંબા ખાતે સીટી સર્વે નંબર-170 વાળી જમીનમાં પરિવાર સાથે રહે છે. ત્યારે ગામના જ નજીર ગુલામ રસુલ મકરાણી નબીમહંમદને તમારુ મકાન અને ઘર આવેલ છે તે જગ્યા પંચાયતની છે અને તમારી નથી તેમ કહી હેરાન પરેશાન કરી ઝગડો કરતાં હતાં. તમારૂ મકાન અને ઘર આવેલ છે.તે જગ્યા ઉપર બાલવાડી, ગાર્ડન અને ઓફિસ બનાવવાની છે તેમ જણાવી મકાન ખાલી કરી દેવા માટે ધમકી આપી હતી. બનાવ સંદર્ભમાં પોલીસે નઝીર મકરાણી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...