તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેડીયાપાડામાં ભાજપના કાર્યકરોએ સર્જીકલ એર સ્ટ્રાઇકની ઉજવણી કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની સીમામાં ઘુસીને આતંકવાદી કેમ્પોનો સફાયો કરી દેતાં દેડીયાપાડામાં ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી. ચાર રસ્તા ખાતે અેકત્ર થયેલાં કાર્યકરોએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યાં હતાં.

અંકલેશ્વર જુના દિવા ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
અંકલેશ્વર જુના દિવા સ્થિત માધ્યમિક શાળામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાવામાં આવ્યો હતો. જેમાં ગામના અગ્રણી અજિતભાઈ પટેલ. ગાર્ડન ગ્રુપના નરેદ્ન્રભાઈ પરમાર, સીંગભાઈ, વિક્રમભાઈ, તુષારભાઈ સોની સહીત મહાનુભાવો ઉપસ્થિત રહી વિદાય લેતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પડતા વિના દરે પરીક્ષા આપવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કાલોલ તાલુકા ના ખંડોળી ખાતે સમૂહ લગ્નોતસવનું આયોજન કરવામાં આવ્યું
કાલોલ : છત્રીસ મૈયળ સમાજ નો 12 મો સમુહ લગ્નોત્સવ નું સુંદર આયોજન ખંડોળી મુકામે કર્યુ. છત્રીસ મૈયળ ના તમામ હોદ્દેદારો અને કાર્યકર મીત્રો સમગ્ર સમુહ લગ્નોત્સવ મા ઉત્સાહ પૂર્વક ભાગ લીધો જેમા લિમ્બચ યુવા સંગઠન પંચમહાલ જીલ્લાના સર્વે કાર્યકર ભાઇઓ સમાજ માટે નિસ્વાર્થ ભાવે સેવા આપીને પ્રસંગ ને પુર્ણ કાર્યો એ બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા

ઉમલ્લા હાઇસ્કૂલમાં તેજસ્વી છાત્રોનો પુરસ્કાર પ્રદાન સમારોહ યોજાયો
ઝઘડિયા તાલુકાની શ્રી નુતન શિક્ષણ સંઘ સંચાલિત નવદુર્ગા તેમજ શ્રી.કે.આર.પટેલ વિદ્યામંદિરના ગત વાર્ષિક પરીક્ષામાં ઘો-૬ થી ૧૨ ના પ્રથમ ત્રણ સફત છાત્રોને પુરસ્કાર એના એનાયત કરાયા હતા. તથા વિશિષ્ઠ કાર્યો કરનાર શિક્ષણ વિદોનો પણ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કુલ ૨૧ તેજસ્વી છાત્રોને રોકડ પુરસ્કાર મહાનુભવો દ્વારા વિતરણ કરાયું હતુ

સ્વામિનારાયણ મંદિર શહેરામાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું
શહેરા : સ્વામિનારાયણ મંદિર શહેરા દ્વારા 20માં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત કથાનું આયોજન શહેરા સ્વામિનારાયણ મંદિર ચોકમાં કરવામાં આવ્યુ હતુ. જેમાં યજમાન તરીકે રાધેશ્યામ પટેલ પરિવાર બેસવાનુ છે. જેમાં બુધવારના રોજ અભિષેક તેમજ અન્નકુટના દર્શન મુકવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લામાં કમલદીપ કાર્યક્રમ યોજાયો
ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા કમલદીપ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવનારા લાભાર્થીઓને સન્માનિત કરાયાં હતાં. ભરૂચ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ કામીનીબેન પંચાલની અધ્યક્ષતામાં શહેરની આશ્રય સોસાયટી તથા જલારામનગર અને ટંકારીયા ગામમાં કાર્યક્રમ યોજાયો હતો. ટંકારીયા ગામમાં એક હજાર કરતાં વધારે લાભાર્થીઓ હાજર રહયાં હતાં. સરકારી યોજનાનો લાભ અપાવવા બદલ તેમણે આગેવાનોનો આભાર વ્યકત કર્યો હતો.

ઈન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાનું પરિણામ જાહેર
ઇન્સટીટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ અને અંકલેશ્વર કેન્દ્રના વિદ્યાર્થીઓ ઝળકયાં છે. સંસ્થા ખાતે આયોજીત ઉજવણીમાં આર.એ.મહેતા, એ.કે.પટેલ, નિખિલ મહેતા, હિનલ રાણા અને જયદીપ ચૌહાણ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યાં હતાં.

જોરાપુરાની સરસ્વતી હાઇસ્કૂલનો સુર્વણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો
બાલાશિનોર. સરસ્વતી હાઇસ્કૂલ જોરાપુરાનો સુર્વણ જયંતિ મહોત્સવ શાળાના પટાંગણમાં શિક્ષણવિદ્દો, પૂર્વ આચાર્યો, પૂર્વ શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષે જણાવ્યુ કે જોરાપુરામાં શિક્ષણ ક્ષેત્રે સરસ કામગીરી કરી આજુઆજુના ગ્રામજનોને સુશિક્ષિત સરસ્વતી કેળવણી મંડળે સ્થાપેલી હાઇસ્કૂલે કરી છે.

શહેરામાં શિવ જયંતિ મહોત્સવની તડામાર તૈયારીઓ
શહેરા : આગામી આવનાર શિવરાત્રી નિમિત્તે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા તા.1 માર્ચે શહેરા શીવમ સોસાયટીમાં ગંગા ભવન ખાતે શિવજયંતિ મહોત્સવ સમારંભ યોજનાર છે. જે રાજ યોગી બ્રહ્માકુમારીના અધ્યક્ષતામાં યોજનાર છે. જેમાં શહેર અને તાલુકાના નગરજનો ખુબ મોટી સંખ્યામાં આવનાર છે .

સજોદ સાર્વજનિક હાઇ.માં વન ભોજનનું આયોજન
શ્રી સજોદ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે શ્રવણ વિદ્યાભવનના ટ્રસ્ટી મંડળ પ્રમુખ કિશોરભાઈ સુરતી ઉપક્રમે શાળાનાં તમામ બાળકો માટે વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શિશુ નર્સરી થી ધોરણ ૧૨ સુધીનાં તમામ ૫૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૩૫ જેટલા શાળા કર્મચારીઓને ખિચડી-કઢી વન ભોજન પીરસવા આવ્યું હતું.

ભરૂચની નર્મદા સ્કૂલનો વિદ્યાર્થી ચિત્ર સ્પર્ધામાં ઝળકયો
ભરૂચની જીએનએફસી ટાઉનશીપમાં આવેલી નર્મદા વિદ્યાલયમાં ગુજરાત રાજય કલા શિક્ષક સંઘના ઉપક્રમે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં નર્મદા વિદ્યાલયનમાં અભ્યાસ કરતાં માનવ કનુભાઇ પરમાર તૃતીય ક્રમે વિજેતા બન્યો હતો. શાળાના અાચાર્યના હસ્તે માનવને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.

ગરબાડા અને દાહોદના શિક્ષકો દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો
ગરબાડા. ગરબાડા-દાહોદના શિક્ષકોના સાથ સહકારથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા આયોજીત રક્તદાન કેમ્પમાં 25 યુનીટ બ્લડ એકત્રિત કર્યું હતું. જેમાં હસમુખ પટેલ, ચિરાગ પટેલ, સ્મિત પ્રજાપતિ, પુંસરી પ્રા.શાળાના સુનિલભાઇ, સીઆરસી કોઓ નયનભાઇ જીતુભાઇ તથા ગરબાડા બીઆરસી કોઓ ડેનિશકુમાર દ્વારા રક્તદાન કરીને એક પહેલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો