Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કલસરમાં માછી સમાજના કુલગુરૂ અને ગાદીપતિના જન્મદિવસ ઉજવાયો
શ્રી માછી સમાજના કુલગુરૂ મહંત રામમિલનદાસજી મહારાજ અને 13મા ગાદીપતિ બેતીયા ગાદ્યાચાયઁ 1008, પરમ મહંત ગોપાલદાસજી મહારાજ (હોડીવાલા મહારાજ) ડાકોર બંને ગુરૂજીના 13મી માર્ચે જન્મ દિવસની ઉજવણી નિમિત્તે મુકેશભાઈ ભાઠેલાના પરિવાર દ્વારા કલસર ગામે આવેલા એમના ફામઁ હાઉસ ખાતે રાત્રે ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં દમણથી માછી સમાજના પ્રમુખ નંદુભાઈ ભાઠેલા, દાનહ અને દમણ દીવના ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ ટંડેલ, માછી સમાજના આગેવાનો જોગી ટંડેલ, વિશાલ ટંડેલ, ગોપાલ મીરાંમાર, સદગુરૂ સેવક સમિતિ અને દમણ મહિલા મંડળ અને કોલક મહિલા મંડળ, મહિલા મંડળ ઉમરસાડી માછીવાડ, માછી સમાજના પ્રમુખ તથા કડૈયા સેવક સમિતિ, માછી સમાજના પ્રમુખ તથા માછી સમાજના પ્રમુખ તથા કાલય મંડળ, દહાણુથી અનેક શિષ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. શિષ્યોએ ગુરૂજીની સામુહિક આરતી કરી ભાવવિભોર બન્યા હતાં.