તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્સર કરતા પણ જન્મનો રોગ ભયંકર છે : પદ્મદર્શનવિજયજી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્વે.મૂ.પૂ.જૈન સંઘ કઠોર સ્થિત પૂ.પંન્યાસપ્રવસ પદ્મદર્શનવિજય મહારાજે ત્રિવદિવસીય સત્સંગ શ્રેણિના તૃતિય દિવસે સત્સંગીઓ સમક્ષ જણાવ્યુ હતુ કે જન્મ જેવો કોઈ રોગ નથી.કેન્સર,કીડની ફેઈલ,હાર્ટએટેક અને એઈડસના રોગ કરતા પણ જન્મનો રોગ ભયંકર છે.

જન્મ લઈને આપણે અજન્મા બનવાની સાઘના કરવાની છે. આપણે જન્મ વખાવણા લાયક કે વખોડવા લાયક. એ તો આપણા કર્તવ્ય ઉપર આધારિત છે. જન્મ લીધા પછી જો તમારી ભીતરમાં ઈન્સાનીયત જીવતી ન હોય તો તમારો જન્મ વખાણવા લાયક બનતો નથી. જગતના માટે જાતને જે ઘસી નાંખતો હોય કે ભૂંસી નાંખતો હોય તે સાચા અર્થમાં ઈન્સાન છે. અત્યારે ત્રાપરયુગ નહીં પણ હળાહળ કલિયુગ ચાલી રહ્યો છે.આપણા ચુમાલીસ જવાનોનો વગર કારણે જે નાપાક તત્વોએ ખાત્મો બોલાવી દીધો તે ઈન્સાન ન કહેવાય. સંતો અને સૈનિકો થકી આ દેશ મહાન છે.સંતો પણ સંસ્કારોની રક્ષા કાજે ફકીરી વહોરે છે.ઘર બહાર,પરિવાર અને સ્વજનોને છોડીને હવાને હવાલે જીવી રહ્યા છે.ભૂખ અને તરસ વેઠીને પણ જગત કલ્યાણ કરવા માટે ઘરતીને પાવન કરી રહ્યા છે.

સૈનિકો પણ જાનની બાજી લગાવીને રાષ્ટ્રની રક્ષા કરી રહ્યા છે.44 જવાનોનો ખાત્મો બોલાયો ત્યારે સમગ્ર રાષ્ટ્ર એ જાંબાઝ સૈનિકોને પડખે રહ્યુ. એ વખતે પ્રજાની આંખમાંથી આગ અને આક્રોશની વર્ષા થઈ. લાગણી અને હુફ જોઈને એ જવાનોમાં પણ જોશ આવ્યુ અને તેમણે ઔર એક સર્જીકલ સ્ટ્રાઈક દ્રારા શકિતપર્દશન કર્યું.આ દેખાવ એવો હતો કે હવે પછી પડોશી દેશને ઘુંટણિયે જ પડવુ પડશે.કયારેય તમે કોઈને છંછડેવાના પ્રયત્નો કરશો નહીં.જો છંછડશો તો વીર જવાનો નહિ છોડે.

કઠોર જૈનસંઘમાં પદ્મદર્શન મુની દ્વારા પ્રવચન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો