તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ટરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમા બીલખડી ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા | મહુવા તાલુકાની વિવિધ શાળાઓ વચ્ચે ૫મી ઈન્ટરસ્કૂલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બીલખડી શાળાના ભવ્ય ગ્રાઉન્ડ પર યોજાઈ હતી.વિવિધ શાળાના આચાર્યો દ્વારા આ ટુર્નામેન્ટનુ ઉદ્દઘાટન કરી ખુલ્લી મૂકી હતી.શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલ આ ટુર્નામેન્ટમા સેમી ફાઈનલ જંગ મહુવા અને રાણત ત્યારબાદ બીલખડી અને ડુંગરી ની ટીમ વચ્ચે ખેલાયો હતો.પ્રથમ સેમીફાઈનલમા મહુવા અને બીજી સેમી ફાઇનલમાં બીલખડીની ટીમ વિજેતા થતા મહુવા અને બીલખડીની ટીમ વચ્ચે ફાઈનલ જંગ ખેલાયો હતો.ભારે રસાકસી સર્જાયેલ આ ફાઈનલ મુકાબલામા અંતે મહુવા શાળાની ટીમને માત આપી બીલખડી શાળાની ટીમ ચેમ્પિયન બની હતી.વિજેતા ટીમને શાળાના આચાર્ય અજયભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.ત્યારબાદ વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ રકમ સુરત જિલ્લા પંચાયત સદસ્ય તુષારભાઈ પટેલના હસ્તે એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા.આ ટુર્નામેન્ટમા ઉત્સાહ પૂર્વક અને ખેલદિલીની ભાવના રાખી રમનાર તમામ વિદ્યાર્થીઓને મહુવા ભકત શાળાના આચાર્ય ડો.આર.વી.ભટ્ટે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...