તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આહેરડી નજીક યુટર્ન વળાંકમાં બાઈક સ્લીપ થતાં વઘઈના યુવકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં આહેરડી નજીકનાં યુટર્ન વળાંકમાં વઘઇનાં યુવાનોની બાઈક સ્લીપ થઈ જતા ઘટનાસ્થળે યુવાનનું મોત નીપજ્યું હતું.

ગુરૂવારે સાંજે 4 પછીનાં સમયગાળામાં વઘઇ તરફથી બાઈક (નં. જીજે-5-બીએન-2603) ઉપર સવાર થઈ શામગહાન તરફ જઈ રહ્યા હતા. સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં અહેરડી ગામ નજીકનાં પેટ્રોલ પંપ પાસેનાં યુટર્ન વળાંકમાં તેમની બાઈક અચાનક સ્લીપ મારી ગઈ હતી. બાઈક સ્લીપ થઈ જતા બાઈક પર સવાર પાઉલ સુરેશ પટેલ (ઉ.વ. 23, રહે.સિંગલ ફળિયા, વઘઇ) માર્ગ પર ફંગોળાતા ગંભીર ઈજાને પગલે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આ બાઈક ઉપર સવાર મેહુલભાઈને ઈજા પહોંચતા સારવારનાં અર્થે સાકરપાતળ પીએચસીમાં ખસેડાયો છે.

ટર્ન લેતી વેળા બાઇક સ્લીપ થતાં યુવકનું મોત થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...