તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તડકેશ્વર-આસોદ માર્ગ પર વાનમાં આવેલી ટોળકીએ બાઇકસવાર દંપતીને લૂંટી લીધું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાના નોગામાના વતની અને તેની પત્ની પોતાની મોટરસાયકલ પર સુરત પોતાના ઘરે જતા હતા. ત્યારે અજાણ્યા ઇકો કાર ચાલક દ્વારા તેઓને ટક્કર મારી બાઈક પરથી તેઓની સોનાની ચેન, પર્સ અને મંગળસૂત્ર ઝૂંટવી તેઓને માર મારવાની ઘટનાથી વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.

સુરતમાં રહેતા મૂળ નાના નોગામના મનીષ જિતેન્દ્રભાઈ પટેલ (20) પોતાની પત્ની વૈભવીબહેન સાથે પોતાના ગામથી સુરત બાઇક (GJ-19AD-8929) લઈ જતા હતા. ત્યારે સાંજે સાત વાગ્યાના સુમારે તડકેશ્વરથી આસોદર ગામ જતા રસ્તા પર એક અજાણ્યા ઇકો ચાલક દ્વારા તેઓને ટક્કર મારીને બાઈક પરથી જમીન પર પાડી દીધા હતાં. ત્યારબાદ મનીષ પાસે જઈ તેની ગળાની સોનાની ચેન જેની કિંમત રૂ. 40,000 ઝૂંટવી લીધી હતી. અને તેને રોકવા જતા તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો. અને ઇકો ચાલકના સાથેના બીજા ત્રણ ઈસમોએ તેમની પત્નીનું પર્સ જેમાં રૂ. 500 તથા ATM કાર્ડ, હાથનું ચાંદીનું લુઝ તેમજ તેના ગળામાં પહેરેલ ધાતુનું મંગલસૂત્ર ઝૂંટવી લીધું હતું. આમ લગભગ રૂ. 41000ની લૂંટ અજાણ્યા ઇકો ચાલક દ્વારા કરવામાં આવી હતી.જે અંગે માંજવી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...