રોડ ક્રોસ કરતી મહિલાને બાઈકે અડફેટે લેતાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંકલ | ઉંમરપાડા તાલુકાના વાડી ગામના કેલીકૂવા ફળિયામાં રહેતી રમીલાબેહન વસાવા (57) તારીખ 13મીના રોજ રેંટા ફળિયા ખાતે આવી હતી. ત્યાંથી આ મહિલા પર તેના ઘરે કેલીકૂવા જઈ રહી હતી. ત્યારે માર્ગ પર રોડ ક્રોસ કરતી વખતે બાઈક ચાલકે મહિલાને અડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી. ફળિયાના રહીશો દોડી આવ્યા હતા. મહિલાને ઝંખવાવ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. પરુંત વધુ ઈજાને કારણે મહિલાને સારવાર માટે સુરત ખસેડવામાં આવી હતી. ત્યાં મહિલાનું મોત થયું હતું.
અન્ય સમાચારો પણ છે...