તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ સ્ટેશને ટ્રેન નીચે પડતું મુકી યુવકનો આપધાત કર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભીલાડ રેલવે સ્ટેશને બે અલગ અલગ બનાવમાં બે યુવકોના મોત થયા છે. ભીલાડ રેલવે સ્ટેશને બુધવારે મળસ્કે 3.25 કલાકે અપ લાઇન ઉપર દોડતી લોક શક્તિ એક્સપ્રેસ ટ્રેનની નચે પડતું મુકીને 45 વર્ષના યુવકે જીવન ટૂંકાવ્યું હતું. મૃતકે જાંબુડી કલરનું ટી શર્ટ તથા સફેદ - કાળા રંગનો પટ્ટાવાળો નાઇટ પેન્ટ પહેરેલ છે જેની ઓળખ હજુ થઇ શકી નથી. આ અંગે વાપી રેલવે પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં મંગળવારે સાંજે ભીલાડ રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર 2 અને 3 વચ્ચે રેલે ટ્રેક ઉપર અંદાજે 37 વર્ષના યુવકની લાશ મળી હતી. પ્રાથમિક તપાસમાં કોઇક બિમારીના કારણે યુવકનું મોત થયું હોવાની આશંકા છે. પોલીસે લાશનો કબજો લઇને પીએમ કરાવ્યા બાદ લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખી છે.

સિવિલમાં 15 દિવસથી કોલ્ડ સ્ટોરેજ બંધ ઉમરગામથી લઇને ઉદવાડા પારડી સુધીના રેલવે સ્ટેશનમાં ટ્રેન અકસ્માતમાં મોતના બનાવો છાસવારે બનતા હોય છે. જોકે, આ અકસ્માતમાં મોતને ભેટનારાની અોળખ થઇ શકતી નથી. જેઓની લાશને કોલ્ડ સ્ટોરેજમાં મુકવાની ફરજ પડે છે. જોકે, 15 દિવસથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં હોવાથી પોલીસને લાશને મુકવા માટે છેક ભીલાડ સુધી લંબાવવું પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો