ભેંસદરા પટેલ ફળિયા પ્રા. શાળા મર્જ નહીં કરવા સરપંચ સહિત ગ્રામજનોની માગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના ભેંસદરાની પટેલ ફળીયા પ્રા. શાળા મર્જ નહીં કરવા બાબતે મહિલા સરપંચ ઉષાબેન પટેલ, તા.પં.સભ્ય મોહનભાઈ પટેલ, અગ્રણી જીતેન્દ્રભાઈ પટેલ, SMC અધ્યક્ષ યોગેશભાઈ પટેલ, સભ્યો, મહિલાઓ અને ગ્રામજનોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સંબોધી ગ્રામ પંચાયત અને SMC ઠરાવની નકલ અને સરપંચના પત્ર સહીઓ સાથે મામલતદાર, તા.પં.પ્રમુખ રમેશભાઈ પાડવી, ટીડીઓને રજુઆત કરી છે.

સરપંચ, SMCએ પટેલ ફળીયા ભેંસદરા પ્રા.શાળા બંધ કરવાની હાથ ધરાયેલી કથિત કાર્યવાહી બાબતે ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી શાળા બંધ નહીં કરવા પત્ર પાઠવ્યો છે. આ ઉપરાંત આ શાળાનું મુખ્ય શાળાથી અંતર દોઢ કિમી છે.પરંતુ શાળાથી ગામનું અંતર ત્રણ કિમીના વિસ્તારને લઈ નાના બાળકોને આવવા જવાની ઘણી મુશ્કેલીઓ આવશે અને વાલીઓની વાર્ષિક આવક વીસ હજાર રૂપિયાથી વધુ નહીં નહીં હોવાથી શાળા બંધ થયેથી વાલીઓ કામ ધંધા અર્થે બાળકોને તેમની સાથે લઈ જશે તો ડ્રોપ આઉટનો રેશિયો વધશે અને બાળકો શિક્ષણથી વંચિત રહી જશે સહિતના કારણો દર્શાવી શાળા બંધ કરવાની કાર્યવાહી અટકાવવા માંગ કરી છે. અને શાળા બંધ કરવામાં આવશે તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. પત્રમાં આ શાળાના બાળકોની સંખ્યા 83 જેટલી હોવાની નોંધ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...