તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગના આદિવાસીમાં ડુંગર દેવને પ્રસન્ન રાખવા ભાયા નામક પૂજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ આદિવાસીઓમાં ડુંગર દેવની પૂજા આખા વર્ષ દરમિયાનની મહત્વની પૂજા હોય છે. જેમાં ડિસેમ્બર જાન્યુઆરીમાં 15 થી 20 દિવસના ગાળામાં પૂજા કરવામાં આવે છે. પૂજા ફક્ત ભગત દ્વારા કરવામાં આવે છે.

ડુંગર દેવને પ્રસન્ન રાખવા માટે ભાયા નામક પૂજા કરવામાં આવે છે. ભાયા કરવા માટે ડુંગરદેવનો પુજારી હોય છે. ડુંગરની સ્થાપના જે ઘરે હોય ત્યાં આ ભાયા રહે છે. તેને ડાંગી ભાષામાં શિરભાયા કહે છે. ડુંગર દેવની પૂજા કરનાર ભાયાને વહેલી સવારે ફરજિયાત નાહવું પડે છે. તેમજ દિવસમાં એક વાર જમવાનું હોય છે. મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું, કૂદવાનું હોય છે. ધુણવાનું પ્રમાણ વધી જાય તો આખી રાત ભાયાને જાગતા રહેવું પડે છે. ધૂણી આવેલા ભક્તોની સારવાર એમણે જ કરવી પડે છે. ભાયા વખતે ભગવતો ધૂણે છે. તેને ડાંગી ભાષામાં વારો આવે એમ કહેવામાં આવે છે. વારો આવતાં જ દેવનું નામ લેવાનું ચાલુ કરે છે. વારો આવ્યો હોય તે ડુંગરદેવના નામે રોપેલા સ્થભ પાસે ગોળ ફરતાં નાચવા લાગે છે. બેઠેલ પુરુષો પણ ત્યાં આવી નાચવા લાગે છે. આને ડાંગી ભાષામાં સુડ પડ્યો એમ કહેે છે. ભાયામાં ડુંગરદેવના નામથી નારા બોલાય છે. જેને ભૂતનો વારો આવે અગ્નિદેવનો વારો આવે તે વ્યક્તિ બળતા લાકડા ખાય છે. અંગારા પર નાચે છે. અંગારા તેના પર કોઈ અસર કરતા નથી. પૂજામાં જેમણે ભાગ લેવો હોય તેમણે સ્નાન કરવું જ પડે છે. વારો આવે ત્યારે ભગતના માર્ગદર્શન મુજબ જ કરવું પડે છે. ભાયા નાચ વખતે પાવરી વાગે છે. અને ઢોલનો તાલ હોય છે. ઢોલના તાલ પર જ ભાયા નૃત્ય થાય છે. ડુંગરદેવની રમત ફક્ત એક ગામ માટે મર્યાદિત હોતી નથી. આ રમત રમવા માટે બહાર ગામથી કેટલાય ભગતો આવે છે. જેને પવન આવતો હોય એવા રમતવીરો ભાયા રમવા આવે છે. ભાયાની સ્થાપનાના બીજા દિવસે બધા જ ભાયાએ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જવાનું હોય છે. ત્યાર પછી બીજા ગામમાં આ રમત રમવા જવાનું હોય છે. બીજા ગામે જ્યારે ભાયા જાય છે. ત્યારે તેઓ ઘરે ઘરે જઈને નાચે છે. ગીતો ગાય છે. ત્યારે તેમને નવું અનાજ આપવામાં આવે છે. અનાજ પર ભગતની બરકત ઉતારવામાં આવે છે. ડુંગર પર માવલી હોય છે. માવલીના નજીક આખી રાત માયા નૃત્ય થાય છે.

ડુંગરદેવ બે રીતે થાય છે. એક તો ડુંગરદેવ રાખનારના ઘરે કોઈ બીમાર હોય અને એ બીમારીનું કારણ જો માવલી કોપી હોય એવું ભગત દ્વારા બતાવવામાં આવે ત્યારે, બીજું ઘરમાં ધન-દોલત અનાજ-પાણી સારું હોય ત્યારે પ્રસન્ન થઈ તે વ્યક્તિ ફક્ત દેવીનો આભાર માની આનંદ મેળવવા માટે ભાયા રાખે છે.ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા અત્યંત મહત્વની પૂજા ગણાય છે. પૂજામાં ફક્ત પુરુષો જ ભાગ લઈ શકે છે. જ્યારે ભાયા થાય છે. ત્યારે સ્ત્રીઓ દીવા લઈને તેમની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે.

ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પુજા કરતા આદિવાસીઓ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો