તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગુમરામાં સુડીકોની 97ની શાખાનો શુભારંભ કરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે શાખા વિસ્તરણ કરી વધુને વધુ લોકભાગ્ય બનવાની તેની યોજનાના ભાગરૂપે 97મી શાખા પલસાણા તાલુકાનાં બગુમરા ખાતે ATM તથા લોકરની સુવિધા સહિત શરૂ કરી છે. જેનો ઉદ્ઘાટન સમારંભ ઈશ્વરભાઈ પરમારના હસ્તે બગુમરા સેવા સમાજ ભવનમાં યોજવામાં આવ્યો હતો.

શાખાના ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે ખેડૂતોની બેન્ક તરીકે રાજ્યભરમાં નામના મેળવેલ આ બેન્કની બગુમરા શાખાને શુભેચ્છા પાઠવતા બગુમરા ગામ ખાતે શાખા શરૂ કરવા બદલ બેંકને અભિનંદન પાઠવ્યા હતા. તથા ગામમાં શરૂ થયેલ બેન્કની આધુનિક સુવિધા સભર પરિસરનો તેમજ આજના સમયને અનુરૂપ સેવાઓનો ભરપૂર લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. બેન્કના ચેરમેન નરેશભાઇ પટેલે જણાવ્યુ હતું કે બગુમરા ગામમાં શાખા શરૂ કરવા માટેના ગ્રામજનોના પ્રયત્નોને બિરદાવી બગુમરા સેવા સમાજના તમામ હોદ્દેદારોનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો