તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rajpipla News Before The Landing Narmada District Received 559 Lakh Alcohol From Two Places 074033

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉતરાયણ પૂર્વે નર્મદા જિલ્લામાં બે સ્થળેથી 5.59 લાખનો દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણ પર્વ ને લઈને બુટલેગરો ની તેજી નીકળી હોય ઘરે ઘરે દારૂ પહોંચાડવા બુટલેગરો મથામણ કરી રહ્યા છે ત્યારે જેમના પર નર્મદા પોલીસ તવાઈ બોલાવી રહી છે તાજેતર માં તહેવાર ને પગલે નર્મદા એસ.પી હિમકર સિંહની સૂચના હેઠળ તમામ ચેકપોસ્ટો પર કડી વોચ રાખવા સૂચના આપી બાતમીદારો ને પણ સક્રિય કરી દીધા છે ત્યારે ઉત્તરાયણ ના પૂર્વ દિને બે જગ્યાએ થી પોલીસે રેડ કરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

ગત રોજ LCB નર્મદાના પી.આઇ એ.એમ.પટેલ, PSI સી.એમ.ગામીત તેમજ ટીમ જીલ્લામાં પ્રોહીબીશનની વોચમાં હતી તે દરમ્યાન બાતમી મળતા ડેડીયાપાડા વિસ્તારના સામોટ ગામે રહેતા યશવંત અજબસીંગ વસાવાએ ઇગ્લીશ દારૂ ઉતાર્યો છે. જે બાબત ની બાતમીના આધારે ત્યાં રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની બોટલ 2,790 જેની કિમત 3,24,600 ના મુદ્દામાલ સાથે યશવંત અજબસીંગ વસાવાને ડેડીયાપાડાના સામોટ ગામે થી ઝડપી પાડ્યો હતો અને આ દારૂ ક્યાંથી લાવ્યો ની પૂછ પરછ કરતા મહારાષ્ટ્ર નંદુરબારના કોઠી ગામે રહેતા વિનોદ પાસેથી લાવ્યા ની કબૂલાત કરતા પોલીસે આ બંન્ને સામે ડેડીયાપાડા પોલિસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

જયારે બીજી ઘટના માં વડોદરા શિનોર નો ભાવેશ ઉર્ફે બોડિયો રમણ પાટણવાડીયા એમ.પી થી સ્કોર્પિયો ભરી વિદેશી દારૂ લઇ ને આવે છે ની ડીવાયએસપી કેવડિયા અને તિલકવાડા પોલીસ ને મળતા જેઓ દેવળીયા ચોક્ડી પર ચેકીંગ કરતા હતા. જે બાબત ની બુટલેગરો ને માહિતી મળી જતા પોલીસ ચેંકિંગ જોઈ વળાવી ગેંગડીયા સાવલી વાળા રોડે ભગાડી જેથી પોલીસે પણ તેની પાછળ ભગાવતા સાવલી થઈ અગર ગામ થી સાવલી નવી વસાહત ઉપર જંગલ તરફ સ્કોર્પિયો લઇ જઈ બુટલેગરો ભાગી ગયા હતા. પોલીસે આ સ્કોર્પિયો ગાડી ચેકીંગ કરતા જેમાં 953 નંગ વિવિધ બ્રાન્ડો ની વિદેશી બનાવટ નો દારૂ 2,35,610 રૂપિયાનો અને 4 લાખ ની સ્કોર્પિયો ગાડી જપ્ત કરી આમ કુલ 9.59 લખાણો મુદ્દામાલ ઝડપી એક ની ધરપકડ અને ચાર સામે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.

પોલીસે બે સ્થળે દરોડા પાડી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પ્રવિણ પટવારી

વીરપોર ગામે પલટનાર કારનો ચાલક વીરપુરનો જ નીકળ્યો
ગત રોજ એક શિફ્ટ કર દારૂ ભરી વીરપોર ગામે વિદેશી દારૂ લાવવામાં આવતો જેમાં રાત્રીના કાર પલ્ટી ખાઈ જતા પોલીસના હાથે માત્ર 1.22 લાખનો દારૂ તૂટીને ઢોળાઈ ગયો પોલીસને માટ ખાલી તૂટેલી બોટલો અને ખોખા સિવાય કાંઈ ના મળ્યું તપાસ કાંટા વીરપોર રેલવે ફાટક પાસે રહેતા અરૂણ જયંતિ જોગી હોવાનું સ્પષ્ટ થતા પોલીસે જેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો