તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં કરિયાણાની દુકાનો બની ઊંટવૈધોની હાટડી, હજારો લોકોના આરોગ્યની સાથે ચેડાે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા તાલુકાના કેટલાય ગામોમાં કેટલીક કરિયાણા કે જનરલ સ્ટોર્સ માં ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી સાંપડી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. કોઈપણ જાતના ડોઝની જાણકારી વગર કરિયાણાના દુકાનદાર ડોક્ટર બની દવા આપી રહ્યાં છે. ત્યારે સબંધિત તંત્રના અધિકારીઓએ આ બાબતે સજાગ થવાની આવશ્યકતા વર્તાય રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના અંતરિયાળ ગામોમાં પણ ઢગલેબંધ કરિયાણા અને જનરલ વસ્તુઓની દુકાનો ધમધમે છે. પરંતુ આ દુકાનો પૈકી કેટલીક દુકાનદારો બમણી કમાણીના આશય સાથે તાવ, શરદી, ઉધરસ, દુખાવો, ઝાડા-ઉલટી સહિત ની બીમારીની એન્ટિબાયોટિક દવા ઓનું કોઈ પણ જાતના પરવાના મેળવ્યા વિના જ વેપલો કરી રહ્યા હોવાની ચોકવનારી માહિતી સાંપડી છે.

આ એલોપેથી સારવાર કે એન્ટિબાયોટિક દવા સાથે દૂર દૂર સુધી કોઈ જાતના સંબંધ નથી એવા દુકાનદારો આ દવાઓનું બેરોકટોક ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. ત્યારે અભણ, અજ્ઞાન લોકો આ દવાઓનું કોઈ પણ જાતની યોગ્ય માત્ર જાણ્યા વગર સેવન કરતા હોય ત્યારે તેમના આરોગ્ય સાથે થતા ગંભીર ચેડાંની તો કલ્પના જ કરવી રહી. આ બાબતે જો ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તો તપાસ માં ઘણું બધું બહાર આવી શકે તેમ છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકી શકે તેમ છે.

આવો ઉપયોગ ઘાતકી
આ રીતે તબીબ ની સલાહ વગર લેવાતી એન્ટિબાયોટિક માનવશરીર માટે ખતરારૂપ છે. યોગ્ય દવા કે કે યોગ્ય માત્રામાં નહીં લેવાતા સીધી આડઅસર કિડનીઅને લીવર સહિતના અંગો પર પડે છે. ડો. પ્રદીપભાઈ ગરાસિયા, ખાનગી તબીબ, અનાવલ

ઉપરીને રજૂઆત કરીશ
ફાર્માનું લાઈશન્સ વગર આવી દવાઓ અનાજ કરિયાણીયાની દુકાનોમાં વેચાય એ ગંભીર બાબત છે. આ અંગે યોગ્ય કાર્યવાહી થવી જોઇયે હું મારા ઉપલા અધિકારીને આ બાબતે જાણ કરીશ. ડો.પ્રમોદ ચૌધરી, સી.એચ.સી.અનાવલ

કામ ફૂડ વિભાગનું
તાલુકામાં અનાજ કરિયાણાની દુકાનોમાં એલોપોથીક દવાઓ મળવું એ ગંભીર બાબત છે. આ બાબતે છાપો મારવાની સત્તા ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગની હોય છે છતા અમે અમારા લેવલે પ્રયત્નો કરીએ જ છે કે આવી પ્રવૃત્તિઓ અટકે. મનોજ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર, મહુવા

હજી સુધી કોઇની સામે કોઇ કાર્યવાહી નહીં
મહુવા તાલુકામાં આ ગેરકાયદેસર રીતે એન્ટિબાયોટિક દવાઓના વેચાણ કરનાર બહુધા દુકાનદારો પરપ્રાંતિયો છે. આડેધડ પૂરતા જ્ઞાન વગર જ વેચાતી આ દવાઓ બાબતે હાજી સુધી કોઈ પગલાં નહીં લેવાતા આ બમણી કમાવાની લ્હાયમાં છેવાડાના લોકોના આરોગ્ય સાથે રમત રમતા દુકાનદારોને મોકળું મેદાન મળી જવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો