તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીસીસીઆઈ દ્વારા છત્તીસગઢના રાયપુરમાં યોજાનાર સિનિયર વનડે ટી-20 લીગમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બીસીસીઆઈ દ્વારા છત્તીસગઢના રાયપુરમાં યોજાનાર સિનિયર વનડે ટી-20 લીગમાં ગુજરાતની ટીમમાં બલસાર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની 4 મહિલા ખેલાડીની પસંદગી કરાઈ છે. જ્યારે સેલવાસ ની એક મહિલા ખેલાડી પણ પસંદ થઈ છે. રાયપુર ખાતે રમાયેલી મેચમાં રેતલ પટેલ અને હની પટેલનો પ્લેઈન ઇલેવનમાં સમાવેશ કરાયો હતો.

બીડીસીએ દ્વારા તૈયાર થયેલા યુવા ક્રિકેટરો ગુજરાત ની રણજી ટ્રોફી ઉપરાંત અંડર-23 ટીમમાં પણ વલસાડનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે હવે મહિલા ક્રિકેટરો પણ વલસાડનું ગૌરવ વધારવા મેદાને પડી છે. છત્તીસગઢના રાયપુરમાં સિનિયર વુમન ટી-20 લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાનાર છે. જેમાં ગુજરાતની ટીમમાં બીડીસીએ, વલસાડની 4 મહિલા ખેલાડીઓ હિના અન્સારી, પ્રિયા પરમાર, હની પટેલ અને રેતલ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે સેલવાસની ઉર્મિલા ખાનદોડીયાની પણ પસંદગી થતા બીડીસીએની યશકલગીમાં એક વધુ સિદ્ધિ ઉમેરાઈ છે. ટી-20માં પસંદ થયેલા ખેલાડીઓને બીડીસીએના માનદમંત્રી જનક દેસાઈ અને ગુજરાત વુમન્સ ઓલ ગ્રુપ સિલેક્ટર હોમી કાસદેએ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા. શનિવારે રમાયેલી મેચમાં રેતલ પટેલ અને હની પટેલનો ગુજરાતની ટીમમાં પ્લેઇન ઇલેવન માં સમાવેશ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો