તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાજીપુરા પાસેથી દારૂ ભરેલી કારને પીછો કરી ઝડપી પડાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર.આર.સેલની ટીમ વાલોડના બાજીપુરા કારનો પીછો કરી 1 લાખના દારૂ સાથે 1 બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

આર.આર.સેલને બાતમી મળી હતી કે જીપ કમ્પાસ ગાડી નંબર (MH -15 GF- 0659) માં દારૂ ભરેલો છે. જે મુજબ સોનગઢ તાલુકાના ચાંપવાડી ખાતે વોચ ગોઢવી હતી. બાતમી મુજબ કાર નજીક આવતા અટકાવવાનો પ્રયાસ કરતા કાર અટકાવી ન હતી. આ કારણો પીછો મોજે સોનગઢ તાલુકાના ચાંપાવાડીથી લઈને રાણીઆંબા, ડોસવાડા થઇ વ્યારા બાજીપુરા સુધી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જીપ કમ્પાસ ગાડીના ચાલકે બાજીપુરા ગામની સીમમાં બાજીપુરા કહેર ઓવર બ્રિજ ઉતરી બ્રિજના છેડે ચાલતી અન્ય કાર (GJ -5 RD -3551)ગાડી સાથે અથડાવી નુકશાની કરતાં તેમજ પોલીસના ખાનગી વાહન (MH-19 C- 2748) ને નુકશાની કરતા તુરત ઓવરટેક કરી ગાડી સામે ઉભી રાખી દેતા જીપ કમ્પાસ ના ચાલકે ડિવાઈડર સાથે અથડાવી દીધેલ અને કારમાંથી ઉતરી બે ઈસમો ભાગવાનો પ્રયાસ કરતાં જીપ ગાડીના ચાલાક સોહન ઉર્ફે સન્ની કિશોરભાઈ પટેલ (રહે ચલથાણ, તા.પલસાણા)ને ઝડપી પડ્યો હતો. જયારે સાથે બેસેલ ઈસમ ભાગી છૂટવામાં સફળ થયો હતો.

વોન્ટેડ આરોપીઓ
આર.કે. ઉર્ફે કૈલાશ માવરી, અનિલ બામણીયા, અનિલ નારાયણ ત્રણેય રહે.નવાપુર

અન્ય સમાચારો પણ છે...