તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિકરલા સારણ રોડ નવીનગરી પાસે ખાડીનો પુલ રૂ. 2 કરોડના ખર્ચે બનશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પારડી, ઉદવાડા,ઉમરસાડી અને પરવાસા વિસ્તારના મોટા માર્ગો જિલ્લા પંચાયત હસ્તક છે. આ માર્ગો જર્જરિત બનતાં રાજય સરકારમાં પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને સરકારે મંજુરી આપતાં વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગો બનાવાની કામગીરીનો શનિવારથી પ્રારંભ થશે. જેમાં પારડી પોણીયા ફળિયાથી પલસાણા રોડ રૂ.45 લાખ , ઉમરસાડી વાડિ ફ‌ળિયા નવીનગરી બ્રિજ-રોડ રૂ.1.20 કરોડ,ઉમરસાડી દેસાઇવાડ બોકસ કન્વર્ટ,રોડ 1.40 કરોડ , ઉમરસાડી દેસાઇવાડ કોસ્ટલ હાઇવેને જોડતો 45 લાખ ,કલસર મેઇનથી જોડતો ચોકી ફ‌ળિયા 27 લાખ કલસર મેઇન રોડ ટુવોર્ડ આમલી ફળિયા લાખ કિકરલા સારણ રોડ નવીનગરી સિયર ખાડી પુલ 2 કરોડ , પરવાસા -નાના વાઘછીપા રોડ 50 લાખ પરવાસા એપોચ રોડ કરણજી ખાડી 1.20 કરોડ , વાઘછીપા આસ્મા રોડ બોકસ કન્વર્ટ 12 લાખ ,નાના વાઘછીપા ચિત્રાપારડી આસ્મા કડવીબોર 1.8કરોડ ,કચવાલ મેઇન રોડને જોડતો પરસાવાને જોડતો માર્ગ 40 લાખ, કચવાલ મેઇન રોડથી ખંડુભાઇ પટેલ ફ‌ળિયા પાર નદી રોડ પરવાસા નાયકીવાડ રોડથી વાડિયા ફળ‌િયા રોડ 25 લાખનો સમાવેશ થાય છે. આમ પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇની રજૂઆતના કારણે અનેક મોટા માર્ગો બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો