તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી વોર્ડ નં 1ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી જંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરપાલિકાના વોર્ડ નં 1ની પેટા ચૂંટણીમાં ડમી સાથે ત્રણ જ ઉમદેવારીપત્રો ખેંચવાની અંતિમ તારીખ હોય, ડમી રદ્દ થતાં વોર્ડની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ઉમદેવારો વચ્ચે સીધી ટક્કર થશે. પાલિકાના વોર્ડ નં 1ની બેઠકની ખાલી પડેલી જગ્યા માટે પેટા ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ સાથે અપક્ષ ઉમેદવારોનો રાફડો થવાની રાજકીય ગણિતશાસ્ત્રીઓની ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ હતી. વોર્ડ નં1ના સભાસદ માટે ડમી ઉમેદવાર સાથે માત્ર ત્રણ જ ઉમેદવારીપત્રો ભરાયા હતાં. સોવારે ચકાસણી થઈ હતી, અને મંગળવારે ઉમદેવારી પત્રો ખેંચવાની અંતિમ તારીખ હોવાથી ડમી ઉમદેવાર રદ્દ થતાં ભાજપમાંથી બાલકૃષ્ણ પાટી અને કોંગ્રેસમાથી સંજય શાહની ઉમેદવારી નોધાઈ છે. આ બંને વચ્ચે સીધી ટક્કર 10મી માર્ચે થશે. જોકે, કોંગ્રેસ પક્ષ નગરમાં નિષ્ક્રીય હોવાથી વોર્ડની ચૂંટણીમાં ભાજપને સીધો ફાયદો હોવાનું જાણવા મળી રહ્યું છે. વોર્ડ નં 1ના 5872 મતદારો મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો