તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણમાં સરકારી અને ખાનગી પ્રોપર્ટી ઉપર બેનરો લગાવતા નોટિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી નજીક આવતા જ સંઘપ્રદેશમાં હવે માહોલમાં ગરમાટો આવી રહ્યો છે. દરેક ઉમેદવાર દ્વારા એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર કાર્ય કરવામાં આવી રહ્યું છે. જોકે, ચૂંટણી પ્રચારમાં નિયમો નેવે મુકીને આડેધડ બેનરો અને સ્ટિકરો લગાવતા ચૂંટણી પંચે દરેક ઉમેદવારને નોટિસ ફટકારીને જવાબ માગ્યા છે.

સંઘપ્રદેશ દમણ દીવમાં લોકસભાની ચૂંટણીના દિવસો હવે નજીક આવી ગયા છે ત્યારે દરેક પક્ષ અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે જાત જાતના પ્રયાસો કરી રહ્યા છે. આ બધા વચ્ચે દમણ-દીવ લોકસભાના 3 ઉમેદવારો સામે આચાર સંહિતાના ભંગ બદલ નોટીસ ફટકારવામા આવી છે. ભાજપાના ઉમેદવાર લાલુભાઈ પટેલને ચૂંટણી પ્રચાર દરમ્યાન મોટી દમણના માંગેલવાડ, નાની દમણ કંસારવાડ, વાડી ફળીયા, ઘાંચીવાડના વિસ્તારમાં મંજુરી વગર બે ઝંડા લગાવવા તથા ટેલિફોન અને સ્ટ્રીટ લાઈટના પોલ પર સ્ટીકર લગાવવા બદલ 4 નોટિસ ફટકારી છે. તો સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલને પણ આંબાવાડી, ઘાંચીવાડ સહીતના અન્ય વિસ્તારોમા પરવાનગી વગર સ્ટીકર ચોંટાડવા તથા ટેલિફોનના પોલ અને અન્ય ખાનગી મકાનો પર પ્રચાર પ્રસારની સામગ્રીઓ લગાવવાને લઈ ચૂંટણી અધિકારી દ્વારા 3 નોટીસ ફટકારવામાં આવી છે. અપક્ષના ઉમેદવાર ઉમેશ પટેલને નાની દમણની ઉમેશ હોટલની નજીક હોર્ડિંગ્સ તથા રાજ પેલેસ હોટલ પાસે સ્ટીકર મંજુરી વગર લગાવવાને લઈ તેમને 2 નોટીસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...