તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા જિલ્લામાં કંવાટ અને નસવાડીના ઘેરૈયાઓનું આકર્ષણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા હાંસોટ  સ્મશાન ભૂમિને બેન્ચીસ અર્પણ કરાઇ

દહેજ ખાતે એલાયન્સ ટાયર કંપની દ્વારા ચોથું ફોરએવર ફોરેસ્ટનું કાર્યક્રમ યોજાયો

ઇનર વહીલ ક્લ્બ ઓફ અંકલેશ્વર દ્વારા દિવ્યાંગોને ટ્રાઇસિકલનું વિતરણ કરાયું 

અંકલેશ્વરના જૂના બેટના આશ્રમમાં ગાયત્રી પરિવારે નવચંડી યજ્ઞ યોજાયો

રાજપીપલા | નર્મદા જીલ્લામાં આદિવાસીઓના સૌથી મોટા ઉત્સવ સમાન હોળી પર્વ ફાગળ સૂદ પાંચમ સુધી ચાલતું હોય છે. પાંચ દિવસના પર્વને લઈ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં કંવાટ અને નસવાડીના ઘેરૈયાઓ આવી પહોંચતા નગરમાં પરંપરાગત ઘેરૈયા નૃત્યએ આકર્ષણ જમાવ્યું હતું. રાજપીપળાની બજારોમાં આ ધેરૈયા નૃત્ય જોવા લોકટોળા ઉમટ્યા હતા. આદિવાસી વિસ્તરોમાં લુપ્ત થતી ઘેર પ્રથાને જીવંત રાખતા નર્મદાનાં ધમાલ ગ્રુપે પરમ્પરાને સાચવી ગેર ઉઘરાવી અનોખું આકર્ષણ જમાવ્યું હતું. }પ્રવિણ પટવારી

અંકલેશ્વર | અંકલેશ્વર રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વાર હાંસોટ સ્થિત સ્મશાન ભૂમિ ખાતે 12 જેટલી બેન્ચીસો આપવામાં આવી છે. મૃતકના સ્વજનો માટે બેસી શકે તેવા આશ્રય સાથે મુકવામાં આવેલ બેન્ચીસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનિતા કોઠારી, સુનિલ નાડકર્ણી, પી.પી જિનેન્દ્ર કોઠારી, મીરાં પંજવાણી, ગજેન્દ્ર પટેલ સહીત રોટરી ક્લબના સભ્યો તેમજ હિન્દૂ સ્મશાન ભૂમિ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા 

અંકલેશ્વર| અંદાડા તેમજ દીવા રોડ સ્થિત આર એમ પી એસ ફ્લાઈંગ કિડસ ના નાના નાના ભૂલકાઓનો એક અનોખી રીતે કલ્મીનેશન અને એક્ઝિબિશન પ્રોગ્રામ યોજાયો જેમાં બાળકોને ડિગ્રી માટેનું અલગ જ વેશભૂષા પહેરાવીને પોતાની આગવી છાપ ઉભી કરવી.

ભરૂચ | વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલી એલાયન્સ ટાયર કંપની દ્વારા ચોથું ફોરએવર ફોરેસ્ટનું કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેનું ઉદઘાટન વાઇસ પ્રેસીડેન્ટ અમરીશ સિંઘે,ફોરેસ્ટ અધિકારી ડી.એલ.પટેલ, એગ્રીકલચર કે.જી.પટેલના વરદ હસ્તે કરાયો હતો.

અંકલેશ્વર | અકસ્માત તેમજ માંદગીના પ્રસંગમાં આમ જન સમાજને મદદરૂપ થવાના હેતુસર  ઇનર વહીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા હિન્દૂ સ્મશાન ભૂમિ ગ્રુપ હાંસોટને ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લબ ના પ્રમુખ ન્રમતા પટેલ, સેક્રેટરી વિધિ દુધાત, પૂર્વ પ્રમુખ રૂપા શાહ, અનેતા આચાર્ય દ્વારા રોટેરીયન તથા
સર્વિસ પ્રોજેક્ટ ચેરમેન ગજેન્દ્ર પટેલ, જયેશ પટેલ દ્વારા ટ્રાઇસિકલ અર્પણ કરવામાં આવી હતી. 

અંકલેશ્વર | અંકલેશ્વર નિરાંત નગર સ્થિત શિવ શકિત મંદિર ખાતે બુધવારના રોજ ફાગણ વદ બીજના દિવસે મંદિરનો 20 મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો મંદિર ખાતે નવચંડી યજ્ઞ તેમજ મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પ્રાગણમાં યોજવામાં આવેલ વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી શ્રદ્ધા પૂર્વક ભાગ લીધો હતો.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

અથવા નીચેના સરનામે મોકલી અાપોે
| E-120,121 આર.કે.કાસ્ટા, સુપર માર્કેટની પાછળ, સ્ટેશન રોડ, ભરૂચ

¾ ભરૂચ, શુક્રવાર, 13 માર્ચ, 2020

2
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો