તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદવાડાની ટાટા ગેસ્ટ હાઉસમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડીના ઉદવાડાગામમાં ચોરો આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉદવાડાગામ ખાતે લાડું ફળિયા ખાતે આવેલી ટાટાના ગેસ્ટ હાઉસમાં સોમવાર રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ગેસ્ટ હાઉસના દરવાજાને મારેલું તાળું તોડી ચોરો અંદર પ્રવેશી લાકડાના કબાટ ખોલી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સદ નસીબે ગેસ્ટ હાઉસમાં રૂપિયાકે કોઈ કીમતી ઝવેરાત જેવી વસ્તુ ન હોય ચોરો ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

પારડી તાલુકામાં ઠંડીની સિઝન શરૂ થતાં જ ચોરો ગેંગ શક્રીય બની છે. ચોરો પેઢા પડ્યા હોય એમ એક પછી એક ચોરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. અઠવાડીયા અગાઉજ પારડીના ઓરવાડગામે ચોરો આવ્યા હતા. પરિવાર જાગી જતાં ચોરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો. જેબાદ ફરી પારડી ચીવલ રોડ પર કરિયાણાની દુકાનમાં ચોરી થઈ હતી. ત્યારે રાત્રી ઘરફોડ ચારીની ઘટનાને ડામવા માટે પોલીસ તંત્ર નાઇટ પેટ્રોલીગ સઘન બનાવે તેવી લોકોની માગ છે. પોલીસ ચોરી અટકાવવા સઘન આયોજન કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...