તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદિવાસી સમાજ સુધારકો દ્વારા નાટકોથી કુરિવાજો દૂર કરવા પ્રયાસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉંમરપાડા તાલુકાના ઉંમરગોટ ગામે આદિવાસી રોડાલી ગીત સંગીત અને નાટકોના મનોરંજન સાથે આદિવાસી સમાજમાં દારૂ જુગાર કુરિવાજો વ્યસનો દૂર કરી શિક્ષણ મેળવવા મુદ્દે જન જાગૃતિ કેળવવાનો ભગીરત પ્રયાસ થયો હતો.

આદિવાસી સમાજની યુવા પેઢીમાં વ્યસનોનું પ્રમાણ વધી રહ્યું છે. તેમજ આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ ભૂલાય રહ્યાં છે. કુરિવાજો વધી રહ્યાં છે. આવા સંજોગોમાં આદિવાસી સમાજમાં જનજાગૃતિ કેળવવાના પ્રયાસરૂપે ઉમરગોટ ગામના ગણેશ યુવક મંડળ ઉંમરગોટના સભ્યો અક્ષયભાઈ વસાવા, નિલેશભાઈ વસાવા, શૈલેશભાઈ વસાવા, અનિલભાઈ વસાવા તેમજ મરગોટના સરપંચ જીતુભાઈ વસાવા સામાજિક કાર્યકર અરવિંદભાઈ વસાવાના સહયોગથી સમાજ સુધારક સોંગડિયા સંગીત પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં આજુબાજુના દશ ગામના લોકો આદિવાસી રોડાલી ગીત સંગીત નાટકની મઝા માણવા લોકો આવ્યા હતાં. સોંગાડિયા પાર્ટીના કલાકારો મદન ચીકના, ગોટુ મામી અને તેમના આદિવાસી કલાકારોએ ગીત સંગીત અને નાટકોના માધ્યમથી લૂપ્ત થતી આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ વ્યસનમાં ગળાડૂબ યુવાનો, ગ્રામ્યમાં દારૂ જુગારની બદીઓ કુરિવાજો અને આદિવાસી સમાજ ઉપર થઈ રહેલી અસરો ઉપર નાટકોના માધ્યમથી પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમજ શિક્ષણનું સમાજમાં કેટલુ મહત્વ છે. ફરજો સેવા પ્રેમના ઉમદા ઉદાહરણો કલાકારોએ નાટકના માધ્યમથી રજૂ કર્યા હતાં. હજારો લોકોએ જનજાગૃતિના કાર્યક્રમનો લાભ મળ્યો હતો.

યુવા પેઢી ઉપર નાટકો દ્વારા પ્રકાશ પાડ્યો

અન્ય સમાચારો પણ છે...