તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla News Attempt To Blow Up The Vehicle Driver39s Police Personnel On The Checkpost 072121

ચેકપોસ્ટ પર વાહન ચાલકનો પોલીસ કર્મચારીઓને ઉડાવી દેવાનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીને લઇને શહેર જિલ્લામાં પ્રવેશના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે. ત્યારે રાજપીપળાની મોવી ત્રણ રસ્તા ચેકપોસ્ટ પર પોલીસ, હોમગાર્ડસ તેમજ જીઆરડીની ટીમ વાહન ચેકિંગમાં હતી. તે વેળાં એક છોટા હાથી ટેમ્પો ચાલકે વાહન ચેકીંગથી બચવા પોલીસ, હોમગાર્ડસ તેમજ જીઆરડીના જવાનો પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરી પોલીસ ચોકી (પોર્ટ હબ)માં ટેમ્પો અથાડી દઇ નુકશાન કર્યું હતુંં. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નર્મદા જિલ્લામાં હાલ ચૂંટણીને લઈને ઠેર ઠેર ચેકીંગ ચાલી રહ્યું છે ત્યારે ગતરોજ રાજપીપળા નજીકની મોવી ત્રણ રસ્તા ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન નેત્રંગ તરફથી રાજપીપળા જઇ રહેલાં છોટાહાથી ટેમ્પોના ચાલકે દિલીપ પ્રતાપ વસાવા (રહે.વાંદરવેલી તા.નેત્રંગ) એ ડ્રાઇવીંગ લાયસંસ વગર તેના કબ્જાની ગાડી નેત્રંગ તરફથી રાજપીપલા હંકારી જતો હોઇ મોવી ચેક પોસ્ટ પર પહોંચ્યો હતો. દરમિયાન વાહન ચેકીંગની કામગીરી માટે બેરીકેટ મુકી વાહન ચેકીંગની કામગીરી કરતા પોલીસ, હોમ ગાર્ડ તથા જી.આર.ડીના

...અનુસંધાન પાના નં.2

માણસો દ્વારા તેનું વાહનને ઉભા રાખવા માટે ફાઇબરની લાકડી તથા હાથનો ઇશારો કરી તથા વ્હીસલ વગાડી જણવાતા તેણે તેનું વાહન ઉભુ રાખવાને બદલે ગાડીની સ્પીડ ઇરાદા પુર્વક વધારી ફરીયાદીનુ મોત નીપજાવવાના ઇરાદે ગાડી તેના ઉપર લઇ આવતા ફરીયાદી સાઇડમા કુદી જતા પોર્ટહટ (પોલીસ ચોકી) આગળ વાહન ચેકીંગ માટે ઉભેલ હોમગાર્ડનુ પણ મોત નીપજાવાના ઇરાદે એકદમ ગાડી ઇરાદા પુર્વક ઉપર નાખતા હોમગાર્ડના માણસો પણ સાઇડમા કુદી જતા ગાડી પોલીસ ચોકી આગળના ભાગે ઘૂસાડી દઇ ચોકીમાં નુકસાન કર્યું હતું. પોલીસે આ બાબતે ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...