તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલોડમાં જમણવાર દરમિયાન મિત્રો સાથે ઊભેલા યુવક પર ચપ્પુથી હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ ખાતે વિવિધ સંગઠનો દ્વારા રામનવમીની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શોભાયાત્રા બાદ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશમંદિર નજીક જમવાનું ચાલુ હતો દરમ્યાન પુલ ફળિયામાં રહેતા એક યુવક પર અન્ય યુવાને તીક્ષણ હથિયારથી પેટના ભાગે હુમલો કર્યો હતો. જેમાં યુવક લોહી લુહાણ થઇ ગયો હતો. જેના પગલે ઈજાગ્રસ્ત યુવક ને સારવાર માટે તાત્કાલિક બારડોલી સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોમવારે સાંજે આ લખાય રહ્યું છે ત્યાં સુધી પોલીસ માં કોઈ ફરિયાદ આવી ન હોવાનું જાણવા માંડ્યું હતું. જોકે યુવકને હુમલા પાછળ નું કારણ પોલીસ માં ફરિયાદ બાદ જાણવા મળશે.

વાલોડ ખાતે ગત રવિવારના રોજ વિવિધ સંગઠનો દ્વારા રામનવમીની ઉજવણી કરાઈ હતી. યાત્રા વાલોડ ચાર રસ્તાથી નીકળી ગણપતિ મંદિરે 7:00 કલાકે પહોંચી હતી. ત્યારબાદ પ્રંસગોપાત પ્રવચન બાદ મહાપ્રસાદીનું કાર્યક્રમની પ્રથમ પંગત ચાલુ હતી. મળતી માહિતી મુજબ આશરે 7:30 કલાકની આસપાસ ગણપતિ મંદીર નજીક વાલોડ પુલ ફળિયામાં રહેતા યુવકોનું ટોળા સાથે પુલ ફળિયામાં રહેતો ...અનુસંધાન પાના નં.3

અન્ય સમાચારો પણ છે...