તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી નાળા રોડ પર પેટ્રોલ પંપ ધોતા પાણીથી લોકોને હાલાકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી રેલ્વે નાળા રો પર આવેલા જોરેસ્ટ્રીયન પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા રોજ હજારો લિટર પાણી બગાડી પંપનો આખો વિસ્તાર ધોવામાં આવે છે અને તે પાણી સીધુ જાહેર માર્ગ ઉપર છોડવામાં આવે છે જેના કારણે રસ્તો તૂટીને ખખડધજ થવાથી વાહનચાલકોને ભારે હેરાનગતી થઇ રહી છે.

વાપી જૂનાં ગરનાળાની પૂર્વમાં સ્ટેશન તરફ જતાં રોડ પર પેટ્રોલપંપ નજીક રોડ પર પાણીનો ભરાવો થાય છે. પાણીની લાઇનમાં લીકેજ ન હોવા છતાં પણ પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે. વાર-વાર સવારના સમયે માર્ગ પર પાણી આવે છે. અહીથી પસાર થતાં લોકોએ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. અહીના સ્થાનિકોના જણાવ્યાં મુજબ પેટ્રોલપંપ ધોવાના કારણે આ પાણી રોડ પર આવે છે. પરિણામે લોકોને હાલાકી પડી રહી છે. સાથે ડામર રોડને પણ અસર થઇ રહી છે. પાલિકા માર્ગ પર પાણી ન આવે તેવી કામગીરી તે જરૂરી છે. પાલિકા જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી સ્થાનિકોમાં માગ ઉઠી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો