તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવીના ધનોરી ખાતે નવા પીએચસી મકાનની ખાતમુહૂર્ત વિધિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ | ગણદેવી તાલુકાના ધનોરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનની ખાતમુહૂર્ત વિધિ નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈના હસ્તે યોજાઈ હતી. ગણદેવ ના ધનોરી ગામે 7 સબ સેન્ટર ધરાવતું પીએચસી સેન્ટર આવેલુ છે. હાલના પીએચસીમાં જગ્યા નાની હોય વધુ જગ્યાની જરૂરિયાત ઉભી થઇ હતી. આમ પીએચસીના નવા મકાનની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. આ મકાન 75 લાખના ખર્ચે બનશે. જેમાં પીએમ રૂમ, ડ્રેસિંગ અને ઈંજેક્શન રૂમ, મેડિકલ ઓફિસર રૂમ, ટોયલેટ, લેબોરેટરી, મમતા ક્લિનિક, સ્ત્રી-પુરૂષ વોર્ડ અને ઓપરેશન રૂમ જેવી આધુનિક સુવિધાઓ હશે. આ પ્રસંગે પિયુષભાઇ દેસાઈ ઉપરાંત જિ. પં. પ્રમુખ અમીતાબેન પટેલ, ધનોરીના સરપંચ, મેડિકલ ઓફિસર ડો. પ્રિયંકાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મજીગાંવકર અને મોટી સંખ્યા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો